Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવ

મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા જિલ્લા કક્ષાની રમતોત્‍સવનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.22: નહેરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા રવિવારે મોટી દમણના ફૂટબોલ ગ્રાઉન્‍ડ ઉપર જિલ્લા કક્ષાની રમતગમત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ દરમિયાન યુવાનોએ વોલીબોલ, ટગ ઓફ વોર(દોરડાખેંચ), એથ્‍લેટિક્‍સ અને યોગ જેવી સ્‍પર્ધાઓમાં સક્રિયપણે ભાગ લીધોહતો. આ અવસરે ઉપસ્‍થિત રમતગમત વિભાગના એપીઈઓ શ્રી અક્ષય કોટલવાર અને નહેરુ યુવા કેન્‍દ્ર દમણના જિલ્લા યુવા અધિકારી શ્રી અનુપમ કૈથવાસે વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કર્યા હતા. આ રમતગમત સ્‍પર્ધાઓની વિવિધ રમતોની સ્‍પર્ધાઓના નિર્ણાયક તરીકે શ્રી સાવકભાઈ ગવળી, શ્રી પાર્થ પારડીકર, શ્રી આકાશ ઉદેશી, શ્રી અશોક બારીયા અને શ્રી અર્જુન ઉદેશી ફરજ બજાવી હતી.
વોલીબોલમાં દર્શ પટેલની ટીમ વિજેતા અને સ્‍ટેમ્‍સની ટીમ રનર્સઅપ રહી હતી. ટગ ઓફ વોર(દોરડાખેંચ)- મેન્‍સ કેટેગરીમાં ડી પુલર્સ ટીમ વિજેતા અને દર્શ પટેલની ટીમ રનર્સ અપ રહી હતી જ્‍યારે ટગ ઓફ વોર(દોરડાખેંચ)ની મહિલા વર્ગમાં રમતની મુખ્‍ય ટીમ વિજેતા અને ભીમપોર ઉપવિજેતા રહી હતી. 100 મીટર દોડ સ્‍પર્ધામાં પુરુષોની કેટેગરીમાં વિશાલ શાહ પ્રથમ, નુમાન આફ્રિદી દ્વિતીય અને જય દેબનાથ તૃતીય ક્રમે રહ્યા હતા. મહિલા વર્ગમાં રેશ્‍મા ખાતૂન પ્રથમ, લક્ષ્મી બુદ્ધ દ્વિતીય અને ભૂમિકા પાટીલ ત્રીજા ક્રમે રહ્યા હતા. યોગાસન સ્‍પર્ધામાં શ્રેયા સિંહ, બીજા ક્રમે ત્રિશા સિંઘ અને ત્રીજા ક્રમે રિયા સિંહ આવ્‍યા હતા. આ કાર્યક્રમના આયોજનમાં રાષ્‍ટ્રીય યુવા મંડળ સભ્‍ય રાષ્‍ટ્રીય યુવા સ્‍વયંસેવક તોહા, નિકિતા, ધ્રુવ અને અનિકેતે મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

Related posts

ધનતેરસના દિને પ્રદેશના લોકો સોના-ચાંદીની દુકાનમાં સોના-ચાંદીની ખરીદી માટે ભીડ

vartmanpravah

પોલીસ દ્વારા વલસાડ, ઉમરગામ, વાપીમાં સંવેદનશીલ વિસ્‍તારોમાં સઘન કોમ્‍બીંગ ચલાવાયું

vartmanpravah

દમણ કેમ્‍પસ ખાતે આયોજીત ત્રણ દિવસીય NIFTના કલાત્‍મક ફેશન શોનું રંગારંગ સમાપન

vartmanpravah

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા વિશ્વ ટીબી દિવસ નિમિતે ટીબી અઠવાડિયાનો પ્રારંભ કરાયો:  રખોલી પીએચસી ખાતેથી વાનને લીલી ઝંડી બતાવી રવાના કરાઈ

vartmanpravah

વાપી હાઈવે ઉપર તસ્‍કરોએ કાર વોર્કશોપને નિશાન બનાવ્‍યું

vartmanpravah

સેલવાસમાં સંઘપ્રદેશ કક્ષાની ખો-ખો અને એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધાનું સમાપન

vartmanpravah

Leave a Comment