October 6, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અદાણી ગેસ કંપની ડીલરશીપ માટે બોગસ વેબસાઈટ ઉપર વાપીના ઉદ્યોગપતિ સાથે 94.20 લાખનો સાઈબર ફ્રોડ કરનાર ટોળકીનો 4થો આરોપી ઝડપાયો

ફેક વેબસાઈટ ઉપર જુદી જુદી પ્રોસેસ પેટે ટ્રાન્‍જેકશન કરેલું : વેબસાઈટ બોગસ નિકળતા ફરિયાદ નોંધાયેલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપીના ઉદ્યોગપતિએ થોડા સમય પહેલાં અદાણીગેસ કંપનીની ડીલરશીપ માટે વેબસાઈટ ઉપર માહિતી મેળવી હતી. ત્‍યાર બાદ ઓનલાઈનથી જુદા જુદા ટ્રાન્‍જેકશન દ્વારા 94.20 લાખ ભર્યા હતા. બાદમાં વેબસાઈટ બોગસ નિકળતા ઉદ્યોગપતિએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઝીણવટ ભરી તપાસમાં પ્રથમ ત્રણ આરોપી ઝડપાયેલા હાલમાં સાઈબર ફ્રોડ ટોળકીનો ચોથો આરોપી ઝડપાયો છે.
વાપીના ઉદ્યોગપતિએ અદાણી ગેસ કંપની ડીલરશીપ આપવાની કંપનીની વેબસાઈટ ઉપર વેકેન્‍સી જોઈ હતી તેથી ઈમેઈલ કરીને ઉદ્યોગપતિએ ઓલ લાઈન ટ્રાન્‍જેકશન કરી જુદા જુદા ટ્રાન્‍જેકશનથી રૂા.94.20 લાખ ભર્યા હતા. બાદમાં વેબસાઈટ ફેક અને ટોળકી ફ્રોડ હોવાનું ઉદ્યોગપતિને જાણ થતા વલસાડ સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં ત્રણ આરોપી ઝડપાઈ ગયેલા તે પૈકી વધુ એક ચોથો આરોપી પણ ઝડપાયો છે. પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી બે આરોપીઓએ ડઝન જેટલા બેંક એકાઉન્‍ટ ખરીદ્યા હોવાનું તપાસમાં બહાર આવ્‍યું હતું.

Related posts

હિંમતનગર તાલુકા પંચાયત ખાતે ગ્રામ પંચાયતોને ઈલેક્‍ટ્રીક રીક્ષા વિતરણ કરવામાં આવી

vartmanpravah

સુરત બી.એ.પી.એસ. હોસ્‍પિટલ દ્વારા તા.01 થી 31 ડિસેમ્‍બર સુધી ઘુંટણ સાંધાના દર્દીઓનું નિઃશુલ્‍ક ઓપરેશન

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનનું એન્‍જિન પાટા ઉપરથી નીચે ઉતરી જતા દોડધામ મચી

vartmanpravah

વલસાડ જિલ્લાના તલાટીઓની નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સાથે યોજાયેલ મીટિંગ સફળ રહી : હડતાલ સમેટાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની સૂચનાથી દમણના કોળી પટેલ સમાજના હોલમાં તા.22મી ડિસે.એ યોજાનારો રોજગાર મેળો

vartmanpravah

સેલવાસ ન.પા.એ ‘અગ્નિપથ’ યોજના રથને લીલી ઝંડી બતાવી રવાના કરી

vartmanpravah

Leave a Comment