January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં દીવમાં સ્‍વિમિંગ ચેમ્‍પિયનશીપ સ્‍પર્ધા યોજાઈ

  • વિજેતાઓને દીવના નાયબ વિભાગીય પોલીસ અધિકારી મનસ્‍વી જૈન, મદદનીશ શિક્ષણ નિયામક દિલાવર મન્‍સૂરી અને રમતગમત અધિકારી મનીષ સ્‍માર્ટ દ્વારા ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્‍માનિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.29
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં અને રમતગમત સચિવ શ્રીમતી પૂજા જૈનના માર્ગદર્શન અને દીવ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી સલોની રાયના સહયોગથી યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ નિમિત્ત, આજરોજ તા. 29/11/2021, સોમવાર સવારે 9:00 કલાકે સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષ દીવ ખાતે સ્‍વિમિંગ ચેમ્‍પિયનશીપનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સ્‍વિમિંગ સ્‍પર્ધામાં કુલ 60 સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં અંડર-16 ગર્લ્‍સમાં પ્રથમ સ્‍થાને હની નયન, દ્વિતીય સ્‍થાન સ્‍પર્શશર્મા, તળતીય સ્‍થાન વનિતા ડાભી, અંડર 16 બોયઝમાં પ્રથમ ક્રમે ક્રિશ કામલિયા, દ્વિતીય સ્‍થાન પવન બામણિયા, તળતીય સ્‍થાન હોમ કમલેશ્વર અને ઓપન કેટેગરીમાં પ્રથમ સ્‍થાન રાહુલ બામણિયા, દ્વિતીય સ્‍થાન રૂષિ દિવેચા અને તળતીય સ્‍થાન મનોજ ચારણિયાએ મેળવ્‍યું હતું.
આ સ્‍વિમિંગ સ્‍પર્ધાના તમામ વિજેતાઓને દીવના નાયબ વિભાગીય પોલીસ અધિકારી શ્રી મનસ્‍વી જૈન, મદદનીશ શિક્ષણ નિયામક શ્રી દિલાવર મન્‍સૂરી અને રમતગમત અધિકારી શ્રી મનીષ સ્‍માર્ટ દ્વારા ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

Related posts

દેશના રાષ્‍ટ્રપતિ પદે આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુના વિજયની ઉમરગામ તાલુકાના આદિવાસીઓએ કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યક્‍તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

દમણ પોલીસે માંડ 10 દિવસમાં ઘરફોડ ચોરીનો ઉકેલેલો ભેદઃ રૂા.2.50 લાખના ઘરેણાં સહિત રૂા.13800 રોકડાઅને એક મોબાઈલ બરામદ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખરીફ ઋતુમાં 8 માસમાં 38500 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી તાલીમબધ્‍ધ કરાયા

vartmanpravah

વલસાડમાં સોનલ બીજની ઉજવણી પ્રસંગે આયોજિત ભજન, સંતવાણીની રમઝટમાં રૂપિયાની નોટોનો વરસાદ

vartmanpravah

ઉમરગામથી ક્રિષ્‍નાભાઈ ગુમ થયા

vartmanpravah

Leave a Comment