September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રેંટલાવ ઓવર બ્રિજ પર અજાણ્‍યા વાહન ચાલકે મોટર સાયકલને અડફટે લેતા બે યુવાનોના મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.29: કપરાડા તાલુકાના રોહિયાળ જંગલ મોર ચવડા ફળિયા ખાતે રહેતા રતનભાઈ રાજીયાભાઈ ધનગરા પારડી તળાવમાં પડાવ નાંખી ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
તારીખ 28.5.2024 ના રોજ વાપી ખાતે કેરી પાડવાનું કામ કરતા પોતાના મોટા પુત્ર ચેતને પિતા રતનભાઈને સાંજે મળવા આવવાનું જણાવી પોતાના બે મિત્રો સાથે ત્રણેય જણા વાપી નામધાથી પોતાની યુનિકોન મોટરસાયકલ નંબર જીજે 15 ડીક્‍યુ 4875 લઈ ચેતન રતનભાઈ ધનગરા ઉંમર વર્ષ 21 રહે.રોહિયાળ જંગલ, મોર ચવડા ફળિયા, કપરાડા, 2.મણિલાલ શીવાભાઈ કોંગીલ ઉંમર વર્ષ 23 રહે.રોહિયાળ જંગલ, મોર ચવડા ફળિયા, કપરાડા, 3.નિલેશ સુભાષભાઈ બામને ઉંમર વર્ષ 21 રહે.ચિંચવહળ ગામ, બેરીપાડા, ત્રંબકેશ્વર, નાશિક ત્રણેય મિત્રો પારડી પિતા રતનભાઈને મળવા આવ્‍યા હતા. પરંતુ પિતા રતનભાઈ બજારમાં ગયા હોય ત્રણેય મિત્રો પરતનામધા આવવા માટે રવાના થયા હતા આ દરમિયાન રેટલાવ પોલીસ ચોકીનો ઓવરબ્રિજ ઉતરતા વલસાડથી વાપી તરફ જતા હાઈવે નંબર 48 પર કોઈ અજાણ્‍યા વાહન ચાલકે પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે વાહન હંકારી યુનિકોન મોટરસાયકલને અડફતે લેતા ચેતનભાઈને પેટ તથા શરીરના ભાગે ગંભીર ઈજા થતાં સ્‍થળ પર જ મોત નિપજ્‍યું હતું. આમ પિતાને મળવા આવેલ પુત્રને પિતા તો મળ્‍યા ન હતા પરંતુ મોત મળ્‍યું હતું. એવી જ રીતે નિલેશને પણ જમણા પગે તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્‍યું હતું. જ્‍યારે મણિલાલભાઈનો ચમત્‍કારિક બચાવ થયા હતો. પિતા રતનભાઈએ પુત્ર ચેતનની લાશ ઓરવાડ પીએસસી ખાતે તથા નિલેશની લાશ વલસાડ સિવિલ ખાતે પી.એમ.માં મુકયા બાદ ચમત્‍કારિક રીતે બચી ગયેલ મણીલાલભાઈ સાથે આવી અજાણ્‍યા વાહન ચાલક વિરુદ્ધ પારડી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Related posts

વલસાડ વિભાગના રેવન્‍યુ કર્મચારીઓ 18 જેટલી પડતર માંગણીઓ માટે માસ સી.એલ. પર ઉતર્યા

vartmanpravah

વાપી અને ગુજરાતના ઉદ્યોગકારોના હિતમાં જીઆઈડીસી દ્વારા લેવાયેલા નવા નિર્ણયોનો ઉદ્યોગકારો દ્વારા આવકાર

vartmanpravah

સમરોલીમાં નવનિર્માણ શાળાના ઓરડાનું બાંધકામ 14 માસથી બંધ! શિક્ષણ મંત્રીએ રૂબરૂ સ્‍થળ મુલાકાત લઈ એક અઠવાડિયામાં કામ ચાલુ કરવાની આપેલી ખાતરીનું સૂરસૂરિયું

vartmanpravah

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા, નરોલી ખાતે યોજાયેલી પ્રશ્નમંચ સ્‍પર્ધા

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં મતદાન જાગૃકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સમગ્ર શિક્ષા દાનહ દ્વારા દિવ્‍યાંગ વિદ્યાર્થીઓને ઉપકરણનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment