October 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી લાયન્‍સ કલબ નાઈસ એ દેગામ મનોવિકાસ કેન્‍દ્રમાં માનસિક અશક્‍ત બાળકો સાથે દિવસ વિતાવી કુટુંબની હૂંફ આપી

રાતા પાંજરાપોળમાં 10 કિલો ગોળમાંથી મમરાના લાડુ બનાવી ગાયોને વિતરણ કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: સમાજના દરેકક્ષેત્રમાં સામાજીક, આર્થિક અને માનસિક ઉત્‍થાનના ઉદ્‌ેશ સાથે વિશ્વભરમાં કાર્ય કરતી લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલની લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા રાતા પાંજરાપોળમાં આવેલ ગાયને લગભગ 10 કિ.ગ્રામ મમરા/ ગોળમાંથી બનાવેલ લાડવા આપવામાં આવ્‍યા. જેનાથી આ શિતળ ઠંડીમાં શારીરિક ગરમાટો મળે અને આ ગાયોની શારીરિક તંદુરસ્‍તી જળવાઈ રહે.
વધુમાં આજ લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસના સભ્‍યો દ્વારા દેગામમાં આવેલ મનોવિકાસ કેન્‍દ્રની સંસ્‍થામાં રહેતા માનસિક રીતે અશક્‍ત બાળકો સાથે ક્‍લબના સભ્‍યોએ સંપૂર્ણ દિવસ વિતાવી ભોજન કરી તેઓને પારિવારિક હુંફ આપી સમાજ તેઓની સાથે જ છે તેવુ અહેસાસ કરાવી માનસિક મનોબળ પુરુ પાડવાની સામાજીક નૈતિક જવાબદારી નિભાવી હતી.
લાયન્‍સ ક્‍લબની સામાજીક અને માનવીય પ્રવૃત્તિથી પ્રેરણા લઈને ઉપરોક્‍ત બન્ને કાર્ય માટે ક્‍લબના સભ્‍ય અને ડિસ્‍ટ્રીક્‍ટ 3232એફ2ના ફૂડ ફોર હંગરના ચેરમેન લા.સ્‍મીતાબેન મહેતાના કૌટુંબીક સ્‍નેહીશ્રી ભીખાલાલ શેઠ; માલતીબેન કામદાર અને હેતલબેન મહેતા પરિવાર તરફથી સંપૂર્ણ આર્થિક યોગદાન આપવામાં આવ્‍યુ હતું.
મનો વિકાસ કેન્‍દ્ર, દેગામના સંચાલકો દ્વારા આવા માનસિક ઉણપ ધરાવતાં બાળકો પારિવારીક હુંફ આપી તેઓમાં ઉત્‍સાહ વધારવા બદલ દાતા પરિવાર સહિત લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસના સભ્‍યોલા.સ્‍મીતાબેન મહેતા, શૈલેષભાઈ સંઘવી વગેરે સભ્‍યોનો આબાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

સેલવાસમાં એટીએમમાં કાર્ડ ફસાઈ ગયા બાદ ખાતામાંથી પૈસા ઉપડી જતા પોલીસ ફરિયાદ

vartmanpravah

દાનહની ભિલોસા કંપનીના કામદારોને કોન્‍ટ્રાક્‍ટરે નોકરી પરથી કાઢી મુકતા પ્રદેશ ભાજપનું લીધેલું શરણું

vartmanpravah

દમણમાં પ્રદેશ સ્‍તરના આયોજીત ‘ગરીબ કલ્‍યાણ સમારંભ’માં ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની સંવેદનશીલતાની ઝળકેલી ઝલક

vartmanpravah

વલસાડ જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની ભાગ 2 ની બેઠક જિલ્લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

પોલિયો રવિવાર, આરોગ્‍ય મંત્રાલયના આ અભિયાનમાં દમણ ખાતે ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના પ્રમુખ વિશાલભાઈ ટંડેલે બાળકોને પોલિયોના બે ડોઝ પિવડાવી નેશનલ પોલિયો રસીકરણ અભિયાનની કરાવેલી શરૂઆત

vartmanpravah

વલસાડ આઈટીઆઈ ખાતે ‘હોમ આયા’ કોર્સની કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રે શરૂઆત કરાવી

vartmanpravah

Leave a Comment