Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા કરચોડમાં ‘માઁ-બેટી સ્‍નેહમિલન’ કાર્યક્રમ યોજાયો

માતા-વિદ્યાર્થીનીઓ માટે વિવિધ રંગોળી, ચિત્રકલા, આર્ટ અને ક્રાફટ, સંગીત-ખુરશી અને મહેંદી સહિત વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ ‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત દાનહ જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણ વિભાગના સહયોગથી પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા કરચોંડ અને શાખા શાળા ચિકારપાડા, મેંઢા, ઉંમરમાથા, ખેરારબારીમાં મુખ્‍ય અતિથિ તરીકે સી.આર.સી.-કરચોંડ શ્રી પ્રકાશભાઈ ડોક્‍યા, બી.આર.પી. ડી.જી. શ્રી જગદેવ, સી.એચ.ઓ. કવિતા થોરાટની ઉપસ્‍થિતિમાંવિદ્યાર્થીનીઓ માટે ‘માઁ-બેટી સ્‍નેહમિલન’ મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. શાળામાં સમુદાયની ભાગીદારી વધે અને વિદ્યાર્થીઓમાં ભણતર પ્રત્‍યે વાલીઓ આકર્ષિત થાય તે હેતુથી દાદરા નગર હવેલીની વિવિધ શાળાઓમાં કાર્યક્રમ આયોજીત કરવામાં આવે છે. બેટી અને માતાનો એક અનોખો સંબંધ હોવાના નાતે પ્‍યાર, વાત્‍સલ્‍ય પર આધારિત માતા અને બેટીનો સંબંધ ઔપચારિક શિક્ષણમાં એક સહાયકરૂપે ઉપયોગ કરી વિદ્યાર્થીનીઓના શિક્ષણ પ્રત્‍યે સમાજને જાગૃત કરવા માટે સંદેશ ફેલાવવા ‘માઁ-બેટી સ્‍નેહમિલન’ કાર્યક્રમ કારગર સાબિત થઈ રહ્યો છે.
પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા કરચોંડ અને શાખા શાળા ચિકારપાડા, મેંઢા, ઉંમરમાથા, ખેરારબારી ખાતે યોજાયેલ વિદ્યાર્થીનીઓ માટેના ‘માઁ-બેટી સ્‍નેહમિલન’ મેળામાં વિવિધ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં રંગોળી સ્‍પર્ધા, ચિત્રકલા, આર્ટ અને ક્રાફટ, સંગીત-ખુરશી, મહેંદી સ્‍પર્ધા સહિત વિવિધ સ્‍પર્ધાઓ આયોજીત કરવામાં આવી હતી. જેમાં દરેક વિદ્યાર્થીનીઓ અને એમની માતાઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
આ અવસરે મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીનીઓ અને માતાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે કરચોંડ શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ આહીર અને શાખા શાળાના મુખ્‍ય શિક્ષકો તથા તમામ સહાયક શિક્ષકોનો સહયોગ રહ્યોહતો.

Related posts

અતિવૃષ્‍ટિના કારણે વલસાડ તાલુકાની શાળા, કોલેજો બંધ રહી

vartmanpravah

દાનહઃ ખેરડી પંચાયતના કલા ગામમાં ત્રિ-દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

સરીગામ યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ. કમલાશંકર રાયની 19 મી પુણ્‍યતિથિ નિમિત્તે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દિપાવલીના પાવન પર્વ પર માઁ વિશ્વંભરી તીર્થધામે ભક્‍તોની ભીડ ઉમટી

vartmanpravah

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં જનહિતલક્ષી નિર્ણય

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નિર્મિત કેલેન્‍ડર ફક્‍ત સામાજિક-સાંસ્‍કૃતિક ભાગીદારીનું જ પ્રતિક નથી, પરંતુ સ્‍થાનિક જનતાના સરકારની પહેલના સમર્થનનું પણ માધ્‍યમઃ સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment