Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવની સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ફાયર સેફટી ટ્રેનિંગનો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: G20ની થીમ “વસુધૈવ કુટુમ્બકમ” (એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય) અંતર્ગત વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યએ તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા જુદી જુદી પ્રવૃતિઓ હાથ ધરી છે. જેનાથી વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહિત કરવામાં આવશે. જેથી G20ની ડીઝાસ્ટર રિસ્ક રીડકસ્ન: મેકિંગ સસ્ટેઈનેબલ અ વે ઓફ લાઇફ પ્રવૃત્તિને અનુલક્ષીને શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ ખાતે તા. ૨૧મી ફેબ્રુઆરી ૨૦૨૩ મંગળવારના રોજ ફાયર સેફટી ટ્રેનિગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ઈન્ટરનેશનલ ફાયર સર્વિસેસના પ્રોપરાઈટર ધીમંત એચ. મસરાની અને તેમની ટીમ ટ્રેનર તરીકે ઉપસ્થિત રહી આગ જેવી આફત ક્યા ક્યા સંજોગોમાં ઉદભવી શકે અને અણધારી આફતને નિવારવા માટે કઈ રીતે પોતાનો, અન્યનો જીવ બચાવી શકાય અને માલ-મિલકતનું ઓછામાં ઓછુ નુક્શાન થાય તે માટે ઉપલબ્ધ ફાયર સેફ્ટીના સાધનો દ્વારા કઈ રીતે ઉપયોગ કરવો તથા તેનું સંચાલન કઈ રીતે કરવું તેનું પ્રેક્ટીકલ પ્રશિક્ષણ આપી રસપ્રદ માહિતી ફાર્મસીના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા દરેક શાળા અને કોલેજોની ઈમારતોમાં ફાયર સેફટીના ઉપકરણો લગાડવા ફરજીયાત કરેલ છે. અગ્નિશામક સાધનો એક સક્રિય અગ્નિ સંરક્ષણ ઉપકરણો છે. જેનો ઉપયોગ અગ્નિ બુઝાવવા તેમજ કાબૂમાં રાખવા માટે ઉપયોગમાં આવે તેવા ફાયર સેફ્ટીના સાધનો અમારી કોલેજમાં પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે, તેમજ દરેક અગ્નિશામક સાધનો સમયાનુસાર મેન્ટેનન્સ, રીપેર, રિ-કન્ડિશનિંગ રિફીલીંગ કરાવવામાં આવે છે. આવી ટ્રેનિગ થકી તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા અન્ય સ્ટાફ આફત સમયે કઈ રીતે પોતાની સક્રિય ભૂમિકા ભજવી શકે તેવી શ્રેષ્ઠ ટ્રેનિગ યોગ્ય ટ્રેનર દ્વારા મળી રહે તેવો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો. આવી શ્રેષ્ઠ તાલીમ આપવા બદલ ફાર્મસી કોલેજના આચાર્ય ડૉ. સચિન બી. નારખેડેએ આવનાર ટીમનો અભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પરમ પૂજ્ય રામસ્વામીજી, ટ્રસ્ટી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડૉ. શૈલેશ વી. લુહાર, કેમ્પસ ડીરેક્ટર હિતેન બી. ઉપાધ્યાય, ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે દરેકનો આભાર માન્યો હતો.

Related posts

ચીખલીના ચિતાલી ગામે ફોર્ચ્‍યુનર કારે ઈકો કારને અડફેટે લીધી: ફોર્ચ્‍યુનર કારમાંથી પોલીસે દારુનો જથ્‍થો કબ્‍જે કરી કાર ચાલક સામે ગુનો નોંધ્‍યો

vartmanpravah

દમણ જિલ્લા અને સેશન્‍સ કોર્ટનો ચુકાદો : સગીરા પર બળાત્‍કારના ગુનેગારને આજીવન કેદ

vartmanpravah

ગુંદલાવ મેળામાં આવેલ વલસાડ પરિવારની કાર ઉપર અસામાજીકોએ પથ્‍થરમારો કર્યો

vartmanpravah

વલસાડ જિ.પં. પ્રમુખ તરીકે મનહરભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે બ્રિજનાબેન પટેલની વરણી

vartmanpravah

દાદરા નગર હવેલીના અંતરિયાળ ગામડા વિસ્‍તારમાં પીવાના પાણીની ઉદ્‌ભવેલી વિકટ સમસ્‍યા

vartmanpravah

સમરોલીમાં સ્‍ટેટ મોનિટરીંગ સેલે હોમ રેઈડ કરી રૂા. 8.32 લાખના વિદેશી દારૂ સાથે માતા-પુત્રની કરેલી ધરપકડ : 4 વોન્‍ટેડ

vartmanpravah

Leave a Comment