Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા એન્‍જિનિયર્સ-ડેની ઉજવણી કરાઈ

ભારતના મહાન એન્‍જિનિયર એમ. વિશ્વેશ્વરૈયાની જન્‍મ જયંતી નિમિત્તે એન્‍જિનિયર્સ-ડે ઉજવવામાં આવે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: ભારતના મહાન એન્‍જિનિયર સર એમ. વિશ્વેશ્વરૈયાની જન્‍મ જયંતી નિમિત્તે ઉજવાતા એન્‍જિનિયર્સ-ડેના ઉપલક્ષમાં એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપીએ 11મી સપ્‍ટેમ્‍બરના બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કર્યું હતું જેમાં 108 યુનિટ રક્‍ત એકત્ર કર્યું હતું અને 16મી સપ્‍ટેમ્‍બરના રોજ એન્‍જિનિયર્સ-ડેની ઉજવણી વાપી સેન્‍ટર ઓફ એક્‍સલેન્‍સ ખાતે કરી હતી. જેમાં મુખ્‍ય મહેમાન તરીકે પીડીલાઈટ ઈન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડના ચીફ બિઝનેસ ઓફિસર પ્રવિણ ચૌધરી અને અતિથિ વિશેષ તરીકે ઉમરગામના મામલતદાર અમિતભાઈ ઝડફીયા ઉપસ્‍થિત રહ્યા હતા
આ પ્રસંગે વાપીમાં ડિગ્રી એન્‍જિનીયર, લેડી એન્‍જિનીયર, ડિપ્‍લોમા એન્‍જિનીયર અને ધો.12માં ઉત્તીર્ણ થઈ એન્‍જિનીયરીંગમાં પ્રવેશ મેળવનાર વાપીના 4 વિદ્યાર્થીઓ રિધમ શાહ-97.3% (બીઈ મિકેનિકલ), તનુશ્રી સોગાલી-97.6% (ધો.12), યશ સિમ્‍પી (ડિપ્‍લોમા), પટેલ રાશી મહેન્‍દ્રભાઈ – 8.51 સીજીપીએ (ગર્લ એન્‍જિનિયર)ને શિલ્‍ડ, સર્ટીફિકેટ અને રોકડ પુરસ્‍કાર મુખ્‍ય મહેમાનોના હસ્‍તે એનાયત કરવામાં આવ્‍યા હતા.
આ ઉપરાંત એન્‍જિનિયર્સ એસોસિએશનના બે સિનીયર એન્‍જિનિયર્સટી.કે. શાહ અને કિરીટ શાહનું પણ શાલ ઓઢાડી પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ઈએવીના પ્રમુખ પાર્થિવ મહેતાએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું અને એન્‍જિનિયર્સ-ડે અને સર એમ.વી.ના જન્‍મ દિવસ પ્રસંગે ઉજવાતા એન્‍જિનિયર્સ-ડેની સુસંગતતા વિશે વિસ્‍તૃત જાણકારી આપી હતી.
ઉમરગામના મામલતદાર અમિતભાઈ ઝડફીયા જેઓ પોતે મિકેનિકલ એન્‍જિનિયર છે તેઓએ સર્વે એન્‍જિનિયર્સોને આ દિવસની શુભકામના પાઠવી હતી અને દેશની પ્રગતિમાં એન્‍જિનિયર્સોના ફાળાને બિરદાવ્‍યો હતો અને આવનારા દિવસોમાં દેશને નવી ઉંચાઈએ લઈ જવા પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે મુખ્‍ય મહેમાન પ્રવિણ ચૌધરીએ આ વર્ષના એન્‍જિનિયર્સ-ડેની થીમ ‘સ્‍માર્ટ એન્‍જિનિયરીંગ ફોર અ બેટર ફયુચર’ વિશે સુંદર વક્‍તવ્‍ય આપી સભાખંડમાં ઉપસ્‍થિત સર્વેને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. સાથે તેમણે એન્‍જિનિયર્સને પોત પોતાના ક્ષેત્રમાં નેતૃત્‍વ કરી પોતાની કંપની, દેશ અને વિશ્વને આગળ વધારવા માટે બીડું ઝડપી લેવા માટે આહ્‌વાન કર્યું હતું.
આ પ્રસંગે ઈએવીના સભ્‍યો, ટ્રસ્‍ટીઓ અને આમંત્રિ મહેમાનોએ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.
સેક્રેટરી કમલેશ લાડે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપીની વિવિધ પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી અને આભાર વિધિ ઉપપ્રમુખ અંબાલાલબાબરીયાએ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન જોઈન્‍ટ સેક્રેટરી વિવેક મડિયાએ કર્યું હતું.

Related posts

વાપી નોટિફાઈડ દ્વારા ચણોદ પાસે 35 વર્ષ જુની પાણીની ટાંકી કોલમ બ્રેકીંગ ટેકનોલોજીથી મિનિટોમાં ધરાશાયી કરાઈ

vartmanpravah

તાલિબાન સરકારનું ગઠનમાં ૬ દેશોને આમંત્રણઃ ભારત બાકાત

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજ ફસ્ટ સેમેસ્ટરનું ૧૦૦ ટકા પરિણામઃ જીટીયુ ટોપટેનમાં 4 વિદ્યાર્થીઓએ સિદ્ધિ

vartmanpravah

રવિવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા યોજાનારી કારકિર્દી માર્ગદર્શન શિબિર

vartmanpravah

ચીખલી આમધરાના ખેડૂત પાસે ફોન પર 1પ લાખની ખંડણી માંગી ધમકી આપનાર બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતાકોર્ટે 2 દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા

vartmanpravah

…અને દાનહના ડુંગરાળ તથા અંતરિયાળ જંગલ વિસ્‍તાર રાંધાની કન્‍યાઓ ઈન્‍ટરનેટ સાથે જોડાઈ ડિજિટલ ઈન્‍ડિયાનો હિસ્‍સો બની

vartmanpravah

Leave a Comment