January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીની ડિવાઈન સ્‍કૂલ ખાતે માસિક ધર્મ જાગૃતતા સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.08: આજકાલ સ્ત્રીઓમાં માસિક ધર્મને લઈને સમસ્‍યાઓ વધી રહી છે. સમય સાથે ખાનપાન, રહેણી-કહેણી તેમજ વાતાવરણમાં ફેરફારો જોવા મળી રહ્યા છે, જેની સ્‍વાસ્‍થ્‍ય પર ઘણી અસર જોવા મળી રહી છે. માસિક ધર્મમાં સમસ્‍યા અંગે જાગૃતતા તેમજ સમસ્‍યા નિવારણની જરૂરિયાત ઉભી થઈ છે. જે અંતર્ગત સમાજ સેવિકા તેમજ લેખિકા હર્ષા ઘોઘારી વિવિધ સ્‍કૂલોમાં જઈને સેમિનાર યોજી રહ્યા છે. 5મી ડિસેમ્‍બર ગુરુવારે નવસારીની ડિવાઈન સ્‍કૂલ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેમિનારના સ્‍પીકર ડાયટીશયન કિન્નરી શેઠના રહ્યાં હતાં. સેમિનારમાં ડીવાઇન સ્‍કૂલની ધોરણ 6 થી લઈ ધોરણ 12 સુધીની કુલ 650 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. સેમીનાર એક એક કલાકના એમ 2 વિભાગમાં કરવામાં આવ્‍યો હતો. ડૉ.કિન્નરી દ્વારા માસિકધર્મને લગતી તમામ માહિતી આવરી લેવામાં આવી હતી. તેમજવિદ્યાર્થીનીઓની સમસ્‍યાનું નિવારણ પણ કર્યું હતું. સેમીનાર સફળ રહ્યો હતો જે માટે હર્ષા ઘોઘારીએ ડીવાઇન સ્‍કૂલના પ્રિન્‍સપાલશ્રી, ટીચર્સ સ્‍ટાફ તેમજ ડાયટીશીયન કિન્નરી શેઠનાનો આભાર માન્‍યો વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ હરીફાઈનું આયોજન

vartmanpravah

માહ્યાવંશી સમાજનું ગૌરવ : વંશીકા કોથાકરને મુંબઈની અંડર 13 ક્રિકેટ ગર્લ્‍સ ટીમમાં મળ્‍યું સ્‍થાન

vartmanpravah

ધરમપુર પોલીસે તિસ્‍કરી ચાર રસ્‍તાથી દારૂના જથ્‍થા સાથે બે કાર ઝડપી પાડી

vartmanpravah

77મા સમાગમની સેવાઓનું વિધિવત ઉદ્ધાટન

vartmanpravah

ગુજરાતમાંથી આશરે 7પ હજાર ભાઈ-બહેનો 6 દિવસ તીર્થયાત્રા કરી દરેક જિલ્લાના પવિત્ર ધાર્મિક સ્‍થળે ‘‘મનુષ્‍ય ગૌરવ દિન” ની ઉજવણી કરશે

vartmanpravah

વાપીમાં બાઈક સવાર બે ઈસમોએ રાહદારીનો મોબાઈલ ફોન ઝૂંટવી ફરારથયા

vartmanpravah

Leave a Comment