Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ તૈનાત

34 તરવૈયાઓ સાથેની ટીમ ગુરૂવારે નિચાણવાળા ભાગોની મુલાકાત લેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં 7 જુલાઈથી 10 જુલાઈ સુધીમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. તેથી જિલ્લા વહીવટીતંત્ર અને ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ વિભાગ એક્‍ટિ કરી દેવાયો છે. આજે વલસાડમાં એન.ડી.આર.એફ.ની ટીમ વલસાડ આવી પહોંચી હતી.
વલસાડ જિલ્લામાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. એન.ડી.આર.એફ.ની ટીમ વલસાડ આવી ચુકી છે. 33 તરવૈયાઓ સાથેની ટીમે આજે તિથલ દરિયા કિનારાની મુલાકાત લીધી હતી. આવતીકાલે ગુરૂવારે નિચાણવાળા વિસ્‍તારોની મુલાકાત લેશે. બીજી તરફ તમામ ઉચ્‍ચ અધિકારીઓને હેડ ક્‍વાટર્સ નહીં છોડવાની ખાસ તાકીદ કરવામાં આવી છે. અતિવૃષ્‍ટિમાં પુર જેવી સ્‍થિતિ નિર્માણ પામે એ પહેલા સલામતી અને સાવચેતી પગલા તમામ મોરચેથી ભરવામાં આવી ચુક્‍યા છે. હવામાન વિભાગે નવસારી, વલસાડ, ડાંગ અને સંઘપ્રદેશ વિસ્‍તારોમાં 7 જુલાઈથી 10 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

Related posts

દાનહ એક્‍સાઇઝ વિભાગે ખેરડી બોર્ડર પરથી ગેરકાયદેસર દારૂનો જથ્‍થો ભરેલ આઈસર ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

…નહીં તો પ્રશાસનેપુરુષની જગ્‍યાએ જનરલ વાંચવા કોરીજેન્‍ડમ બહાર પાડવું પડશે

vartmanpravah

પ્રદેશમાં જ્‍યાં પણ કચરો દેખાય તેની તસવીર સ્‍વચ્‍છતા એપ ઉપર અપલોડ કરવા પંચાયતી રાજ સચિવે કરેલી હાકલ

vartmanpravah

નરોલી ધાપસા પાસે કેમિકલ ભરેલ ટેન્‍કર પલ્‍ટી જતા ટવેરા અને બાઈક ચપેટમાં આવતા 6થી વધુ લોકોને ગંભીર ઈજા

vartmanpravah

સેલવાસના બાલદેવી વિસ્‍તારમાંથી અજાણ્‍યા ઈસમની લાશ મળી

vartmanpravah

મોટી દમણની ઝરી પ્રાથમિક/ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં દહીં હાંડી ફોડી જન્‍માષ્‍ટમીની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment