April 27, 2024
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ નેહરુ યુવા કેન્‍દ્ર દ્વારા સ્‍પોર્ટ્‍સ મીટ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.19: નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા રવિવારે સ્‍વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્‍ડ નાની દમણ ખાતે રમતગમત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ દરમિયાન યુવાનોએ વોલીબોલ, ટગ ઓફ વોર(દોરડાખેંચ), એથ્‍લેટિક્‍સ અને યોગ જેવી સ્‍પર્ધાઓમાં સક્રિયપણે ભાગ લીધો હતો. નહેરુ યુવા કેન્‍દ્ર દમણના જિલ્લા યુવા અધિકારી શ્રી અનુપમ કૈથવાસે જણાવ્‍યું હતું કે બ્‍લોક કક્ષાની રમતગમત સ્‍પર્ધાની વિજેતા ટીમો જિલ્લા કક્ષાની રમતોત્‍સવમાં ભાગ લેશે. આ સ્‍પોર્ટસ મીટની વિવિધ સ્‍પર્ધાઓના નિર્ણાયક તરીકે શ્રી પાર્થ પારડીકર, શ્રી આકાશ ઉદેશી, શ્રી જીજ્ઞેશ મંગેલા અને શ્રી મેહુલ કેની ઉપસ્‍થિત રહ્યા હતા.
વોલીબોલમાં દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલની ટીમ વિજેતા અને વોલીબોલમાં લાઈફ રનર અપ રહી હતી. ટગ ઓફ વોર (દોરડાખેંચ) પુરૂષ કેટેગરીમાં ધ પુર્લસ ટીમ વિજેતા અને ટુ બ્રૉસ ટીમ રનર્સ અપ રહી હતી. જ્‍યારે ટગ ઓફ વોર(દોરડાખેંચ) મહિલા કેટેગરીમાં જી.એચ.એસ.એસ. ભીમપોરની ટીમ વિજેતા રહી હતી અને હેડ ઓફ સ્‍પોર્ટ ટીમ રનર્સ અપ રહી હતી. 100 મીટર દોડ સ્‍પર્ધામાં અંડર-14 છોકરાઓની કેટેગરીમાં, શાહ શ્‍લોક પ્રથમ ક્રમે અને તબીઝ ખાન બીજા ક્રમે રહ્યા હતા; જ્‍યારે અંડર-14 છોકરીઓના વર્ગમાંયુવી ભંડારી પ્રથમ અને રિયા મંડલ બીજા ક્રમે રહી હતી. 100 મીટર દોડ સ્‍પર્ધામાં અંડર-14 છોકરાઓના વર્ગમાં નૌમાન આફ્રિદી પ્રથમ અને વિરલ બીજા ક્રમે રહ્યા હતા; અંડર – 14 મહિલાઓની કેટેગરીમાં ધ્‍વની દુબે પ્રથમ અને જુહી સિંહ બીજા ક્રમે રહ્યા હતા.
યોગાસન સ્‍પર્ધામાં ત્રિશા સિંહે પ્રથમ સ્‍થાન અને રિયા સિંહે દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કર્યું હતું. આ કાર્યક્રમના આયોજનમાં યુવા મંડળ સભ્‍ય અર્જુન અને રાષ્ટ્રીય યુવા સ્‍વયંસેવકો નિકિતા, ધ્રુવ, સ્‍નેહા અને અનિકેતે મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

Related posts

દપાડાના એક મહિના પહેલા ગુમ થયેલ યુવાનની લાશ ખડોલીથી મળી

vartmanpravah

વ્‍યક્‍તિ નહી, વ્‍યક્‍તિનું કામ બોલે છે, શરૂઆતમાં વિરોધ કરનારાઓ આજે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના બનેલા પ્રશંસક

vartmanpravah

પારડીના ભરચક વિસ્‍તારમાં કારનો કાચ તોડી બેગ ઉઠાંતરીનો પ્રયાસ

vartmanpravah

કડમાળથી સુબિર તરફ જતા રસ્‍તામાં ડ્રાઈવરે સ્‍ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સેન્‍ટ્રો કાર કોઝવે ઉપરથી નીચે પડી જતાં અકસ્‍માત સર્જાયો હતો

vartmanpravah

સેલવાસના બાલદેવી વિસ્‍તારમાંથી અજાણ્‍યા ઈસમની લાશ મળી

vartmanpravah

સંઘપ્રદેશની દરેક ગ્રામ પંચાયતોમાં પૂર્ણ સમયના સેક્રેટરી-ગ્રામ સેવકોની નિમણૂકઃ પંચાયતી રાજ મજબુત બનશે

vartmanpravah

Leave a Comment