સાગર સેતુ સાગર પાર્કમાં રહેતા આરોપી રામકુમાર રામસ્નેહી પાસેથી બે પિસ્તોલ મળી આવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: વાપી-વલસાડ એસ.ઓ.જી.ની ટીમે ડુંગરાના એક એપાર્ટમેન્ટમાં આજે રેડ પાડીને એક આરોપીને ગેરકાયદે બે પિસ્ટોલ સાથે ઝડપી પાડી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વાપી એસ.ઓ.જી. પી.આઈ. એ.જી. રોઝના નેતૃત્ત્વમાં હે.કો. ઓમપ્રકાશ રણબહાદુર સિંહને બાતમી મળી હતી તેથી પો.કો. મોહંમદ સફી, દિપક સિંહ, કિરીટ સિંહની ટીમે વાપી ડુંગરા સાગર સેતુ સાગર પાર્ક ફલેટ નં.3માં રેડ પાડી હતી. ફલેટમાં રહેતા રામકુમાર રામસ્નેહી પાલ મૂળ રહે.યુપી ઢીકવારા ગામ પાસેથી 50 હજારની કિંમતની બે પિસ્તોલ મલી આવી હતી. તેથી પોલીસે આરોપીરામકુમાર પાલની ધરપકડ કરી આર્મસ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને જેલ ભેગો કર્યો હતો. આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વાપીમાં વસતા ખાસ કરીને પરપ્રાંતિય અસામાજીક તત્વો ગેરકાયદે પિસ્તોલ જેવા હથિયારો રાખતા વારંવાર ઝડપાતા રહે છે. તેથી પોલીસની એવા તત્ત્વો સામે બાજ નજર પણ રહેતી આવી છે.