Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમરોલી ગામે મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ઉતરાવી બે ઠગ ફરાર થઈ ગયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: સ્‍કૂલમાં ટીચરનું મર્ડર થયું છે તેથી ત્‍યાં સોનું પહેરી ન જવાઈ એમ કહી મહિલાએ ગળામાં પહેરેલ મંગળસૂત્ર ઉતરાવી બે ઠગ ફરાર થયા.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલીના સમરોલી રઘુનાથ પાર્ક સોસાયટીમાં રહેતા હંસાબેન પ્રવિનચંદ્ર ગાંધી ચીખલી બજારમાં કામકાજ અર્થે ગયા હતા. દરમ્‍યાન મોટર સાયકલ પર આવેલ બે યુવાનોએ જણાવેલ કે સ્‍કૂલમાં ટીચરનું મર્ડર થયેલ છે. તેથી સોનુ પહેરીને ત્‍યાંથી ન જવાય તેમ કહી ગળામાં પહેરેલ બે તોલાનું મંગળસૂત્ર ઉતરાવી લઈ ફરાર થઈ ગયા હતા. મહિલાને ભોળવી આ રીતે ધોળા દિવસે મંગળસૂત્ર ઉતરાવી લઈ બે યુવાનો ફરાર થઈ જવાના આ બનાવમાં પોલીસ ચોપડે કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી.

Related posts

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના પ્રમુખ અને હોદ્દેદારોની ચૂંટણીનું સમય પત્રક જાહેરઃ 4થી ઓગસ્‍ટે યોજાનારી ચૂંટણી

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ વઘઈ બોટાનિકલ ગાર્ડનમાં વિવિધ છોડની પ્રજાતિનો અભ્‍યાસ કર્યો

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દમણના પ્રમુખ તરીકે અપૂર્વ પાઠકની વરણી

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના કડૈયા મંડળમાં બૂથ સશક્‍તિકરણના સંદર્ભમાં યોજાયેલી બેઠક

vartmanpravah

શૈત્રુંજય અને સમેત શિખર માટે વાપી-વલસાડમાં જૈન સમાજના તમામ ફિરકાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ

vartmanpravah

વલસાડમાં 28મા આંતરરાષ્‍ટ્રિય આદિવાસી દિનની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment