Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખ

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના પ્રમુખ અને હોદ્દેદારોની ચૂંટણીનું સમય પત્રક જાહેરઃ 4થી ઓગસ્‍ટે યોજાનારી ચૂંટણી

  • લોકસભાની ચૂંટણી પણ નજીકમાં હોવાથી રાજકીય સૂઝબૂઝ ધરાવતા અને પ્રશાસનના પ્રીતિપાત્ર ઉદ્યોગપતિને ડીઆઈએના પ્રમુખ તરીકે વરણી કરવા પણ બની રહેલો મત
  • 2016 સુધી ડીઆઈએની રહેલી કઠપૂતળી જેવી સ્‍થિતિઃ દાભેલનું રહેલું વર્ચસ્‍વ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અને અન્‍ય હોદ્દેદારોની ચૂંટણી માટેના સમય પત્રકની જાહેરાત કરવામાં આવી છે. જે પૈકી તા.4થી ઓગસ્‍ટના રોજ યોજાનારી ખાસ સામાન્‍ય સભામાં પ્રમુખ અને અન્‍ય પદાધિકારીઓ તથા કારોબારી સમિતિની ચૂંટણી કરવામાં આવશે.
ડી.આઈ.એ.એ જાહેર કરેલ ચૂંટણીના સમય પત્રક મુજબ 15મી જુલાઈ સુધી નામાંકન પત્ર દાખલ કરી શકાશે. 18મી જુલાઈએ ડી.આઈ.એ.ના નોટિસ બોર્ડ ઉપર ઉમેદવારોની યાદી જાહેર કરાશે. 25મી જુલાઈ સુધી ઉમેદવારી પત્રક પરત ખેંચી શકાશે. એક પદ ઉપર એકથી વધુ વ્‍યક્‍તિઓની ઉમેદવારી કરવાની સ્‍થિતિમાં 4 ઓગસ્‍ટે ડી.આઈ.એ.ની 44મી વાર્ષિક સામાન્‍ય સભામાં ડી.આઈ.એ. સભ્‍યો ચૂંટણીના માધ્‍યમથી પ્રમુખ સહિત પદાધિકારીઓ તથા કારોબારી સમિતિના સભ્‍યોને ચૂંટશે.
અત્રે નોંધનીય છે કે,2024નું વર્ષ લોકસભાની ચૂંટણીનું હોવાથી દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખની ભૂમિકા ખુબ જ મહત્‍વપૂર્ણ અને રાજનીતિની દૃષ્‍ટિએ નિર્ણાયક રહેતી હોય છે. તેથી ડી.આઈ.એ.નો પ્રમુખ દરેક પ્રકારના ભાર ઝીલી શકવા સક્ષમ હોવો જરૂરી છે.
2016 સુધી ડી.આઈ.એ.ની સ્‍થિતિ કઠપૂતળી જેવી હતી. મોટાભાગના દાભેલ વિસ્‍તારના રાજકારણીઓની સીધી પકડ ડી.આઈ.એ. ઉપર હતી. પરંતુ સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ ઉદ્યોગગૃહો પાસે અસરકારક રીતે કોર્પોરેટ સોશિયલ રિસ્‍પોન્‍સિબિલિટી (સી.એસ.આર.)ના શરૂ કરાવેલા અમલ બાદ સ્‍થિતિમાં ઘણો સુધારો આવ્‍યો છે. તેથી દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અને તેમની ટીમની પસંદગી ઉપર પણ ઘણો મદાર રહેતો હોય છે.
મળતી માહિતી પ્રમાણે દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન આ વખતે પ્રમુખ પદનું સુકાન અનુભવી અને રાજકીય રીતે સક્રિય તથા પ્રશાસનમાં પણ પોતાની સારી છાપ ધરાવતા ઉદ્યોગપતિને આપશે એવી આબોહવા દેખાઈ રહી છે.

Related posts

વલસાડ જિલ્લામાં મે માસના સ્‍વાગત કાર્યક્રમ માટે તા.10 મે સુધીમાં પ્રશ્નો મોકલી આપવા અનુરોધ

vartmanpravah

મોદી સરકારના કેબિનેટ વિસ્તરણમાં ૧૩૦ કરોડ ભારતીયોની આશા આકાંક્ષા અને વિશ્વાસનો પડઘો

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ છેવાડાના કપરાડા તાલુકાની મુલાકાત લીધી

vartmanpravah

ઉમરગામના અંકલાસમાં પી.એમ.જે.વાય કાર્ડ બાબતે લોકોની ઉદાસીનતા દૂર થઈ, હવે સપ્તાહમાં 25થી 30 કાર્ડ લોકો કઢાવી રહ્યા છે

vartmanpravah

ધરમપુર પોલીસે તિસ્‍કરી ચાર રસ્‍તાથી દારૂના જથ્‍થા સાથે બે કાર ઝડપી પાડી

vartmanpravah

કેન્દ્રીય ખાતર અને રસાયણ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ઓનલાઈન ટીવી પ્રસારણના માધ્યમથી સેલવાસમાં કિસાન સમૃદ્ધિ કેન્‍દ્રનો કરાયો શુભારંભ

vartmanpravah

Leave a Comment