વાપીમાં જૈન રેલી યોજાઈ જ્યારે વલસાડમાં જૈન મુનીઓની આગેવાની હેઠળ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: છેલ્લા કેટલાક સમયથી ગુજરાત અને ભારતભરના જૈન સમાજમાં સમેત શિખર અને ગુજરાતના શૈત્રુંજય પાલીતાણા ગીરીરાજ માટે લડત ચાલી રહી છે તે ઉપલક્ષમાં વાપી અને વલસાડમાં સમસ્ત જૈન સમાજ દ્વારા રેલી સાથે દેખાવો અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે.
ઝારખંડ સરકાર દ્વારા સમેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવામાં આવતા સમગ્ર દેશના જૈનની લાગણી દુભાઈ છે. પવિત્ર યાત્રાધામમાં પર્યટન બનતા નિયમ-ધર્મનું પાલન નહી થશે. તેથી ઝારખંડ સરકારના નિર્ણય સામે જૈન સમાજ આંદોલન કરી રહેલ છે. બીજી તરફ ગુજરાત શૈત્રુંજય પાલીતાણા એટલે ગિરિરાજ અને સિધ્ધોની ભૂમિ છે. અહીં અસામાજીક તત્ત્વો દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલું થઈ ગઈ છે તેથીવાપી-વલસાડના સમસ્ત જૈન સમાજમાં લાગણી દુભાઈ છે તેથી વાપીમાં જૈન સમાજે મૌન રેલી કાઢી હતી. જ્યારે વલસાડમાં આજે સોમવારે જૈનના તમામ ફિરકાઓ સાથે મુનિશ્રીઓની આગેવાની હેઠળ રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.