October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડમાં 28મા આંતરરાષ્‍ટ્રિય આદિવાસી દિનની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

વિવિધ સમાજના પ્રમુખો-અગ્રણીઓ ન.પા.પ્રમુખ, જી.પં. અને તા.પં.ના સભ્‍યો-સરપંચો ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09
આજે વલસાડ જિલ્લભરમાં 28મા આંતરરાષ્‍ટ્રિય આદિવાસી દિવસની કરવામાં આવી હતી. તે અનુસંધાનમાં વલસાડ શહેરમાં કલ્‍યાણ બાગ પાસે આદિવાસી દિનની ઉજવણી મોટી સંખ્‍યામાં પધારેલા લોકો અને સમાજના અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં કરવામાં આવી હતી.
વલસાડ વિસ્‍તારના સમસ્‍ત આદિવાસી સમાજ દ્વારા આજે મંગળવારે વલસાડ શહેરમાં આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. ધોડીયા સમાજ હોલથી લઈ કલ્‍યાણ બાગ સુધી રેલી નીકળી હતી. રેલી કલ્‍યાણબાગે સમાપ્ત થઈ હતી. અહી બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા. સમાજના અગ્રણીઓ દ્વારા પોલીસ અધિકારીઓનું સન્‍માન પણ કાર્યક્રમમાં કરાયું હતું. વલસાડ ન.પા. પ્રમુખ, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના સભ્‍યો, વિવિધ ગામોના સરપંચ સહિતના અગ્રણીઓ સાથે મોટી સંખ્‍યામાં આદિવાસી સમાજના લોકો ઉજવણીમાં સ્‍વયંભુ ઉપસ્‍થિત રહ્યા હતા. ઉજવણી કાર્યક્રમમાં અગ્રણીઓએ સમાજની એકતા અને વિકાસ માટે તેમના પ્રવચનોમાં આવહાન કર્યું હતું.
—–

Related posts

સંદર્ભઃ દીવ ન.પા.માં પ્રમુખ પદની મહિલા આરક્ષિત સામાન્‍ય બેઠક ઉપર અનુ.જાતિની મહિલાની પસંદગી

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર શાકભાજીના ટેમ્‍પોમાં છુપાવેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

વાપી તાલુકા પંચાયત નવિન ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે લોકાર્પણ કરાયું

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા વેરો નહીં ભરનારને ગુલાબનું ફુલ આપી ઘરવેરો ભરવા માટે પ્રોત્‍સાહિત કરાયા

vartmanpravah

દાનહમાં આદિવાસી જંગલ જન જીવન આંદોલન ફરી સક્રિય બને છે

vartmanpravah

સંઘપ્રદેશના બહુમતિ આદિવાસી જિલ્લા દાનહમાં જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોએ રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની કરાયેલી પસંદગીને આવકારી

vartmanpravah

Leave a Comment