October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકામાં રૂા. 1.2પ કરોડના ખર્ચે આકાર લઈ રહેલી અદ્યતન લાઈબ્રેરી ટૂંકા દિવસોમાં ખુલ્લી મુકાશે

વાંચકો કેવા પુસ્‍તકો વાંચવા માંગે છે તેની યાદી આપવા જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીએ જાહેર જનતાને કરેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: પુસ્તકને જીવનનો સાચો મિત્ર કહેવાય છે. મિત્રોની જેમ જ પુસ્તકોનું પણ જીવન ઘડતરમાં મહત્વનું યોગદાન હોય છે. આ સિવાય વર્તમાન સમયમાં સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પુસ્તકોનું વાંચન ખૂબ જ અગત્યનું છે ત્યારે વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા કપરાડા તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ રૂ. ૧.૨૫ કરોડના ખર્ચે અદ્યતન લાઈબ્રેરી આકાર લઈ રહી છે. જેની કામગીરી હવે પૂર્ણતાને આરે છે. જેથી આગામી ખૂબ જ ટૂંકા દિવસોમાં આ લાઈબ્રેરી અનેક લોકોને જીવનમાં ઉપયોગી બનશે.
વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં લાઈબ્રેરી છે પરંતુ કપરાડા તાલુકામાં લાઈબ્રેરીનો અભાવ હોવાથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અથાગ પ્રયત્નો બાદ કપરાડા તાલુકામાં લાઈબ્રેરીનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. જે માટે વલસાડ જિલ્લા પંચાયતની સ્ટેમ્પ ડ્યુટીની રૂ. ૬૦ લાખની ગ્રાંટ, ૧૫માં નાણા પંચની રૂ. ૩૫ લાખ ગ્રાંટ અને કપરાડા તાલુકા પંચાયતની ૧૫માં નાણા પંચની રૂ. ૩૦ લાખની ગ્રાંટ મળી કુલ ૧.૨૫ કરોડના ખર્ચે આધુનિક લાઈબ્રેરી બની રહી છે. જેમાં અંદાજે ૧૨૫ લોકો એક સાથે વાંચન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે વીજળીની પણ બચત થઈ શકે તે માટે પહેલા માળે સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે.
વલસાડ જિલ્લા પંચાયતની લાઈબ્રેરી માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની અંગત રસ લઈ આ લાઈબ્રેરીમાં લોકો કેવા પુસ્તકો વાંચવા માંગે છે એની યાદી આપવા માટે પણ ટવીટર પણ જાહેર જનતા સમક્ષ અપીલ કરી છે. જેમાં ડીડીઓશ્રી ગુરવાનીએ જણાવ્યું છે કે, આપ જે પુસ્તકો/પત્રિકાઓ વાંચવા માંગો છો, એની યાદી મેઈલ આઈડી dp.kaprada.library@gmail.com પર મોકલી આપવા વિનંતી છે અથવા DDO Valsadના Twitter thread માં રિપ્લાય કરવા વિનંતી છે. અમે આપની સૂચિત યાદી પ્રમાણે પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની પૂરી કોશિશ કરીશું. પુસ્તકાલય સંચાલન વિશે આપના અન્ય સૂચનો પણ જણાવી શકાય છે.
આગામી ખૂબ જ ટૂંકા દિવસોમાં લાઈબ્રેરી ખુલ્લી મુકાવાથી સરકારી નોકરી માટે યુવાઓને અને જીવન ઘડતર તેમજ સાંપ્રત સમયમાં દેશ અને દુનિયામાં ચાલી રહેલી ગતિવિધિઓથી પણ વલસાડ જિલ્લાના છેવાડાના કપરાડા તાલુકાની પ્રજા પણ વાકેફ થશે. જેથી આ લાઈબ્રેરીના લોકાર્પણની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

Related posts

શ્રી રામદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ સરીગામ ભીલાડ દ્વારા ચારભુજાજી રેવાડ યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

ચીખલી તાલુકામાં એક જ પશુ ચિકિત્‍સકને પગલે પશુપાલકોને હાલાકીભોગવવાની આવેલી નોબત

vartmanpravah

દાનહઃ સામરવરણી રીંગરોડ ઓવરબ્રિજ નજીક સામેથી આવતા ટેન્‍કરે ટ્રકને ટક્કર મારતાં ટ્રક પલ્‍ટી જતાં ચાલકનું મોત

vartmanpravah

નવસારી: અબ્રામા ખાતે ભારતીય કળષિ અનુસંધાન પરિષદના 93 મા સ્‍થાપનાદિનની ઉજવણી

vartmanpravah

વાપી નેશનલ હાઈવે યુપીએલ સવિસ રોડ ઉપર ચોમાસાના પાણીથી બનેલું તળાવ હવે ગંદકીના તળાવમાં ફેરવાયુંઃ હાઈવે ઓથોરિટી મૌન 

vartmanpravah

વલસાડમાં આયોજીત થનાર હંગામી ફટાકડા બજારનો ઓરિએન્‍ટલ વિમા કંપનીએ વિમાની ના પાડતા કલેક્‍ટરમાં રજૂઆત

vartmanpravah

Leave a Comment