(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.18
લોકવાયકા મુજબ ટીટોડી ઈંંડા મુકે એટલે ચોમાસું નજીક આવે અને સારું જાઈ એવું કહેવાય છે ત્યારે ચીખલી તાલુકાના સાદકપોર ગામે એપીએમસી ચેરમેન કિશોરભાઈ પટેલના ખેતરની બાજુમાં ટીટોડીના ચાર ઇંડા જોવા મળ્યા હતા. ટીટોડી વિશે એવું માનવામાં આવે છે કે તે તીવ્ર જ્ઞાનેન્દ્રિય ધરાવે છે અને માદા ટીટોડી જે પ્રમાણે ઈંડા મૂકે તેના પરથી વરસાદનું અનુમાન કરવામાં આવે છે. ટીટોડી ચાર ઈંડા મૂકે તો ચોમાસુ ખૂબ સારું જવાનું અનુમાન કરાઈ છે જ્યારે એક જૂની માન્યતા અનુસાર ટીટોડી 2 ઈંડા મૂકે તો મધ્યમ વરસાદ પડે છે અને 4 ઈંડા મૂકે તો ખૂબ સારું ચોમાસું રહે છે.
લોકવાયકા અનુસાર ટીટોડી 5 ઈંડા મૂકે તો અતિવળષ્ટિનું અનુમાન માનવામાં આવે છે જ્યારે ટીટોડી ચાર ઈંડા મુક્તિ હોઈ છે આ ચાર ઈંડા પરથી એક ઈંડા આધારે એક મહિનો એમ ચાર મહિના જુન, જુલાઈ,ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ચાર મહિના સુધી ચોમાસું રહે છે.
Previous post