April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં વિકાસ કામોની ગતિ ટોપ ગેરમાં : બલીઠા રેલવે ફલાય બ્રિજ અને બલીઠા રેલવે અંડરપાસ 30 જૂન પહેલાં કાર્યરત થઈ જશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી મહાનગર પાલિકા બનવા જઈ રહ્યું છે તે પહેલાં શહેરની જરૂરી માળખાગત સુવિધાઓ પર સમાંતર ઉભી થઈ રહી છે. બલીઠા રેલવે ફલાય ઓવરબ્રિજની 80 ટકા કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ બન્ને પ્રોજેક્‍ટ 30 જૂન સુધીમાં પુર્ણ થવા જઈ રહ્યા છે. જો કે વાપીમાં તે સિવાય અન્‍ય વિકાસ કાર્યો પણ તેટલી જ ઝડપથી થઈ રહ્યા છે.
બલીઠા રેલવે ફલાય ઓવરબ્રિજ અને બલીઠા રેલવે અંડરપાસ જે પુલ પાસે હાલમાં બની રહ્યો છે આ બન્ને પ્રોજેક્‍ટ ખુબ આશિર્વાદરૂપ પુરવાર થવાના છે. ત્રીજી તરફ ફાટકનો મુખ્‍ય રેલવે ફલાય ઓવરબ્રિજ 142 કરોડના ખર્ચે બની રહ્યો છે. તેનું કામકાજ પણ આગળ વધી રહ્યું છે. આ ત્રણેય પ્રોજેક્‍ટ કાર્યરત થશે એટલે વાપીની કનેક્‍ટીવિટી તદ્દન સરળ થઈ જશે. વાપી પૂર્વ-પヘમિ અવર જવર માટે ચાર જેટલા વિકલ્‍પો સાંપડવાના છે. નાણામંત્રીકનુભાઈ દેસાને કુનેહ અને દિર્ઘદૃષ્‍ટિ આધિન વાપીમાં હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે અનેક વિકાસ કાર્ય ચાલી રહ્યા છે જે પુર્ણ થતા જ વાપી મહાનગર પાલિકા માટે જરૂરી ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરથી સજ્જ બની ચૂક્‍યુ હશે.

Related posts

ચીખલી તાલુકામાં ‘નલ સે જલ યોજના’માં પાણીની પાઈપ લાઈન ઉપરથી જ દાટી વેઠ ઉતારતા કેટલાક ગામોમાં પાણીની લાઈનમાં ભંગાણ પડતા લોકોમાં આક્રોશ

vartmanpravah

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

vartmanpravah

સરીગામની કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કંપનીએ ઉમરગામ તાલુકાની શાળામાં પ્રારંભ કરેલો મેજિક ઇંગ્‍લિશ એસએલએલ કાર્યક્રમ

vartmanpravah

ધરમપુરમાં પરંપરાગત રાજાશાહીથી રમાતી નારિયેળ ટપ્‍પાની રમત સાથે દિવાસાની ઉજવણી

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં પકડાયેલ રૂા.25.84 લાખના ગુટખાના જથ્‍થા પ્રકરણમાં બે આરોપીની ધરપકડ

vartmanpravah

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવમાં ઉજવવામાં આવ્‍યો : ‘‘હિન્‍દી દિવસ”

vartmanpravah

Leave a Comment