January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

પ્રદેશ લઘુમતિ મોર્ચાની ચૌપાલમાં મોદી સરકારના 8 વર્ષના કાર્યકાળની આપવામાં આવેલી ઝલક

  • લઘુમતિ મોર્ચાના પ્રદેશ અધ્‍યક્ષ શૌકત મિઠાણીએ દાનહ અને દમણ-દીવના લઘુમતિ સમુદાયના બહુમતિ લોકોને ભાજપનો પહેરાવેલો ખેસ

  • પાકિસ્‍તાન અને ચીનને ભારતની પ્રગતિ અને વિકાસ જોઈ શકાતો નથી તેથી આ બંને દેશ ભારતને કમજોર કરવા માટે ષડ્‍યંત્ર રચતા રહે છેઃ ભાજપના લઘુમતિ મોર્ચાના રાષ્‍ટ્રીય સચિવ સૈયદ ઈબ્રાહિમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.14
મોદી સરકારના 8 વર્ષ પુરા થવા પર ભાજપના રાષ્‍ટ્રીય લઘુમતિ મોર્ચા દ્વારા આપવામાં આવેલ દિશાનિર્દેશ મુજબસંઘપ્રદેશ ભાજપના પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકર, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશ ટંડેલ તેમજ સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકરના માર્ગદર્શન હેઠળ દાનહ અને દમણ-દીવ પ્રદેશ લઘુમતિ મોર્ચાના પ્રમુખ શ્રી શૌકત મિઠાણી દ્વારા ગઈકાલે દમણના ખારીવાડ ખાતે અમર અકબર એન્‍થનીમાં દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ લઘુમતિ મોર્ચા દ્વારા આયોજીત ચૌપાલમાં ભાજપ લઘુમતિ મોર્ચાના રાષ્‍ટ્રીય મંત્રી શ્રી સૈયદ ઈબ્રાહિમ ઉપસ્‍થિત રહ્યા હતા.
ચૌપાલને સંબોધિત કરતા ભાજપના લઘુમતિ મોર્ચાના રાષ્‍ટ્રીય સચિવ શ્રી સૈયદ ઈબ્રાહિમે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દેશની 130 કરોડ જનતા માટે કામ કર્યું છે. આપણા પ્રધાનમંત્રી મોદીએ ક્‍યારેય પણ દેશના ગરીબો અને જરૂરતમંદોને યોજનાઓના માધ્‍યમથી મદદ કરવામાં હિન્‍દુ-મુસ્‍લિમ-શીખ-ઈસાઈનો ભેદભાવ રાખ્‍યો નથી. તેમણે જણાવ્‍યું હતું કે, મોદીજીને દરેકને કલ્‍યાણકારી યોજનાઓથી જોડી તેમના જીવન-સ્‍તરને બદલદવાનું કામ કર્યું છે. તેમણે વિશ્વાસ વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, અગામી 20 થી 30 વર્ષ સુધી દેશમાં ભાજપની સરકાર રહેશે. તેમણે જણાવ્‍યું હતું કે, કોંગ્રેસે ગરીબોના પૈસા ખાવાનું કામ કર્યું છે.
દેશમાં ચાલી રહેલા વિવાદના સંદર્ભમાં શ્રી સૈયદ ઈબ્રાહિમે જણાવ્‍યું હતું કે, પોલીસ ઉપરપથ્‍થર ફેંકવો, લોકોની દુકાનો અને વાહનોને સળગાવવા, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવું એ મુસ્‍લિમ સમાજનું કામ નથી. આપણે કોઈની પણ ચડામણીમાં આવવું નથી. કારણ કે, કેટલાક મુઠ્ઠીભર લોકોના કારણે બીજાને ભોગવવું પડે છે. તેમણે જણાવ્‍યું હતું કે, પાકિસ્‍તાન અને ચીનથી ભારતની પ્રગતિ અને વિકાસ જોઈ શકાતો નથી. તેથી આ બંને દેશ ભારતને કમજોર કરવા માટે ષડ્‍યંત્ર રચતા રહે છે.

Related posts

વલસાડના પારનેરામાં રામ નવમી નિમિત્તે નિકળેલી ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સંઘપ્રદેશ કક્ષાની શાળાકીય રમત-ગમત સ્‍પર્ધાનું સમાપન

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ડેંગ્‍યુના રોગચાળાને કાબુમાં લેવા આરોગ્‍ય વિભાગે શરૂ કરેલા અસરકારક પગલાં

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં દ્વિવાર્ષિક અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં

vartmanpravah

કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેની દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન સાથેની બેઠકમાં સંઘપ્રદેશમાં એમએસએમઈ અને અન્‍ય ઉદ્યોગોના વિકાસ માટે નિર્ધારિત સમયમાં યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવાનો આપેલો ભરોસો

vartmanpravah

દમણના ખારીવાડ ખાતે ઉલ્લાસનગર મહારાષ્‍ટ્રના વ્‍યક્‍તિની હત્‍યા કરાયેલી લાશ મળતાં ચકચાર

vartmanpravah

Leave a Comment