October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલાના શોપિંગ મોલના ધાબા ઉપર યુવકે નગ્ન થઇ હાઈ વોલ્‍ટેજ ડ્રામા કર્યો 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી ચલા દમણ ચેકપોસ્‍ટ નજીક આવેલ એક શોપિંગ મોલના ધાબા ઉપર ગતરોજ સાંજે હાઈ વોલ્‍ટેજ ડ્રામા સર્જાયો હતો. એક યુવક ધાબા ઉપર નગ્ન અવસ્‍થામાં દીવાલ ઉપર ચઢી ગયો હતો. યુવકને આ સ્‍થિતિમાં લોકો જોઈ જતા ટોળું ભેગુ થઈ ગયું હતું. લોકોએ યુવકને સમજાવીનીચે ઉતરવાનું સમજાવેલ પણ તમામ પ્રયત્‍ન નિષ્‍ફળ નીવડ્‍યા હતા. અંતે કેટલાક લોકો ઉપર ચઢીને યુવકને ફોસલાવી સમજાવી નીચે ઉતાર્યો હતો. પરંતુ યુવક નશામાં ચૂર હતો, કંઈ બતાવાની સ્‍થિતિમાં નહોતો. થોડી વાર બાદ યુવક અંધારામાં કયાંક ચાલી ગયો હતો. યુવક કોણ હતો તેવી કોઈ જાણકારી કે માહિતી બહાર આવી શકી નહોતી. જોકે ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

Related posts

ઉત્તર ગુજરાત માટે રેલવેની દિવાળી ભેટ : વલસાડ-વડનગર ઈન્‍ટરસીટી નવી ટ્રેન શરૂ

vartmanpravah

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ આપત્તીજનક શબ્‍દનો પ્રયોગ કરવા પર ખાનવેલ જિલ્લા ભાજપા દ્વારા અધિર રંજનનું પૂતળાદહન કરાયું

vartmanpravah

વાપી છરવાડા રામ સ્‍ટુડિયોમાં સરકારી બનાવટી ઓળખપત્રો બનાવતી ગેંગ ઝડપાઈ : ત્રણની ધરપકડ

vartmanpravah

ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા સંઘપ્રદેશ થ્રીડીને ટીબીમુક્‍ત કરવા કરેલા પ્રયાસ અંતર્ગત મળેલો સિલ્‍વર મેડલ : ફરી એકવાર પ્રદેશની આરોગ્‍ય સેવાનો રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો

vartmanpravah

દાનહઃ નરોલી પંચાયત દ્વારા ગૌશાળા માટે જગ્‍યા ફાળવવા જિ.પં.ના સીઈઓ સમક્ષ માંગ

vartmanpravah

દમણગંગા મધુબન જળાશય યોજનામાં જમીન ગુમાવનારા દાનહના આદિવાસી પરિવારોએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં કરેલી ન્‍યાયની માંગ

vartmanpravah

Leave a Comment