Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાની કલીયારી, ફડવેલ અને માણેકપોર ગ્રામ પંચાયતોની કચેરીઓ જર્જરિત બનતા લાંબા સમયથી કચેરીનો કારભાર અન્‍ય મકાનોમાં ચલાવવાની નોબત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.15: ચીખલી તાલુકાની કલીયારી, ફડવેલ અને માણેકપોર ગ્રામ પંચાયતની કચેરીઓ જર્જરિત થતા હાલે ઘણા લાંબા સમયથી અન્‍ય મકાનોમાં કચેરીનો કારભાર ચલાવવાની નોબત આવી છે. ત્રણેય ગ્રામ પંચાયતોમાં નવા પંચાયત ઘરોનેમંજૂરી મળેલ છે. પરંતુ માણેકપોરમાં જમીનનો વિવાદ છે તો કલીયારીમાં કામ શરૂ થયા બાદ કોન્‍ટ્રાક્‍ટરને પરવડે તેમ ન જણાતા કોલમના ઉભા કરેલ સળિયા પણ કાપી ગયો હતો. જ્‍યારે ફડવેલમાં કામ જ શરૂ થવા પામ્‍યું નથી.
ચીખલી તાલુકામાં કલીયારી ગ્રામ પંચાયતની કચેરી જર્જરિત થતા માર્ગ મકાન પંચાયત દ્વારા પંચાયત ઘર કમ તલાટી કમ મંત્રી આવાસનું કામ હાથ ધરાયુ હતું. પરંતુ પ્‍લીથ લેવલ સુધી બાંધકામ થયા બાદ કોન્‍ટ્રાકટરને પરવડે તેમ ન લાગતા કે અન્‍ય કોઈ કારણોસર કામ અટકાવી દીધું હતું. બાદમાં પ્‍લીથની ઉપર કોલમ માટે ઉભા કરાયેલ સળિયા પણ કાપી જતા અને માર્ગ મકાન પંચાયત દ્વારા વારંવારની નોટિસ બાદ પણ કામ શરૂ ન થતા કામ ખોરંભે પડી ગયું હતું. અને હાલે ગ્રામ પંચાયતની કચેરી છેલ્લા ઘણા સમયથી દૂધ ડેરીના મકાનમાં ચલાવવામાં આવી રહી છે. જોકે કલીયારીમાં કોન્‍ટ્રાકટરને નોટિસ આપ્‍યા બાદ છૂટો કરી રિટેન્‍ડર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્‍યું હતું.
આ ઉપરાંત ફડવેલ ગામે વિધાનસભાની ચૂંટણી પૂર્વે ખાતમુહૂર્ત થયા બાદ બાંધકામ શરૂ ન થતા હાલે છેલ્લા પાંચેક માસથી જર્જરિત મકાન ખાલી કરી ખાનગી શોપીંગ સેન્‍ટરમાં કચેરીનો કારભાર ચલાવાઈ રહ્યો છે. જ્‍યારે માણેકપોર ગામે ગ્રામ પંચાયતનું વર્ષો જૂનું મકાનબિનઉપયોગી થતા છેલ્લા બે વર્ષથી કચેરી શાળાના ઓરડામાં ચલાવવામાં આવી રહી છે. માણેકપોર ગામે જમીનનો પ્રશ્ન હોવાથી આજદિન સુધી કામ શરૂ કરી શકયું નથી.
ગ્રામ પંચાયત લોકશાહીનો સૌથી પાયાનો એકમ છે. ગ્રામ્‍ય વિસ્‍તારમાં જન્‍મ-મરણના દાખલા, 7-12, 8-અ ના ઉતારા, પેઢીનામા, આવકના દાખલા, ઈ-ગ્રામ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ લાભ મેળવવા માટે પણ લોકોએ ગ્રામ પંચાયત કચેરીએ જવું પડતું હોય છે. ગ્રામ પંચાયત કચેરીમાં જુના રેકોર્ડો હોવા સાથે કોમ્‍પ્‍યુટર એલઈડી જેવા ઉપકરણો પણ હોય છે ત્‍યારે તેને નુકસાન ન થાય અને લોકોને પૂરતી સુવિધા મળી રહે તે માટે ગ્રામ પંચાયત કચેરીનું અદ્યતન મકાન જરૂરી છે. તેવામાં સ્‍થાનિક તંત્ર દ્વારા કલીયારી, ફડવેલ અને માણેકપોરમાં ઝડપથી ગ્રામ પંચાયત કચેરીના બાંધકામ શરૂ કરાવવામાં આવે તે જરૂરી છે.

Related posts

દાનહઃ સામરવરણી અને મસાટમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah

અબ્રામા હાઈવે ઉપર બે બાઈક ભટકાતા પડી ગયેલ યુવાન ઉપર ટ્રેક્‍ટરનું ટાયર ફરી વળતા કરુણ મોત

vartmanpravah

વલસાડ ખાતે વારલી પેઇન્‍ટિંગની કૌશલ્‍યવર્ધન તાલીમ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના તમામ વિજેતા ધારાસભ્‍યોનું સન્‍માન સમારોહ તેમજ કાર્યકર્તાઓ મતદારોનો ઋણસ્‍વીકાર કાર્યક્રમ પારડી શ્રી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે યોજાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવનું રમત-ગમત ક્ષેત્રે પણ ઉઘડનારૂં ભાગ્‍યઃ કેન્‍દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આપેલી ગેરંટી

vartmanpravah

યુઆઈએને હોસ્‍પિટલ પ્રોજેક્‍ટ યાદ અપાવવા પત્રકારો મેદાનમાં

vartmanpravah

Leave a Comment