January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના વિવિધ ગામોમાંથી જીયો કંપનીના મોબાઈલ ટાવરો પરથી કેબલો ચોરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.15: ચીખલી તાલુકાના અલગ અલગ ગામોમાં જીયો કંપનીના મોબાઈલ ટાવરો પરથી અજાણીય શખ્‍સો રૂા.2.25 લાખનો કેબલ ચોરી જતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ માટે કેટલી પ્રાપ્ત માહિતી મુજબ ગત 13 માર્ચ23 ના સોમવારના રોજ 11 વાગ્‍યે પૂર્વે તાલુકાના વાંઝણા, દેગામ, ખૂંધ, ટાંકલ, રાનકુવા, ફડવેલ, બામણવેલ, સાદડવેલમાં આવેલ અલગ અલગ જીયો મોબાઈલ ટાવરના ફીડર તેમજ આરઆરએચ 1120 મીટર લંબાઈનો રૂા.2,25,000/- ના કેબલો કોઈ અજાણ્‍યા શખ્‍સો ચોરી જતા પોલીસે રિલાયન્‍સ જીયો કંપનીમાં જીયો મોબાઈલ ટાવરના મેન્‍ટેનન્‍સ સુપરવાઈઝર ઈમરાન અહમદ સલીમમિયા શેખ (ઉ.વ-38) (રહે.કિલ્લા પારડી, માઝ કોમ્‍પલેક્ષ, ચિવલ રોડ, કિલ્લા પારડી, તા.પારડી જી.વલસાડ) ની ફરિયાદ આધારે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Related posts

સરૈયા ગામનો પાંચ દિવસથી ગુમ સગીરની બોડવાંક ગામે આંબાવાડીમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના ઘેલવાડ મંડળમાં બૂથ સશક્‍તિકરણ અંગે યોજાયેલ બેઠક

vartmanpravah

કેન્‍દ્રિય રમત-ગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા કીર્તિ કાર્યક્રમ અંતર્ગત નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્‍ડ ઉપર યુવા ખેલાડીઓ માટે પ્રતિભા મૂલ્‍યાંકન શિબિરનું આયોજન

vartmanpravah

વલસાડની કુસુમ વિદ્યાલય ખાતે ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી

vartmanpravah

વાઈન શોપને પરમીશન મળી રહે એ માટે સેલવાસ-વાપી રોડ પર શિવજી મંદિરને હટાવી દેતા ધાર્મિક લાગણી દુભાતા દાનહ કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલમાં વિજ્ઞાન પ્રદર્શન (વિંગસ ઓફ વિસડમ) યોજવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment