October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ ખાતે વારલી પેઇન્‍ટિંગની કૌશલ્‍યવર્ધન તાલીમ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.04

ભારતીય ઉદ્યમિતા સંસ્‍થાન તથા કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા ચાલતા હસ્‍તકલા સેતુ યોજના પ્રોજેકટ સાથે જોડાયેલા ભાઇ બહેનો માટે વારલી પેઈન્‍ટિંગ કૌશલ્‍યવર્ધન તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનો શુભારંભ જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજર એચ.જે.જાડેજાના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યો હતો.

આદિવાસી વિસ્‍તારોમાંથી લુપ્‍ત થતી વારલી ચિત્રકલાને જાળવી રાખવા માટે છેલ્લા 26 વર્ષથી વારલી ચિત્રકલા કરી આ કલાને જીવંત રાખવા તથા તેના સંવર્ધન અર્થે અથાગ પ્રયત્‍ન કરનારા બીના પટેલ દ્વારા હાલમાં જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર, વલસાડ ખાતે 22 કલાકારોને તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં સૌ કલાકારો ખૂબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લઇ રહયા છે. આ તાલીમનું આયોજન ઇડીઆઇઆઇ સંસ્‍થાના કાર્યકરો સુમિત્રા ગાયકવાડ, રાજેન્‍દ્રકુમારપટેલ, કમલેશ યાદવ તથા જતીન રાઠોડ દ્વારા કરવામાં આવ્‍યું છે.

Related posts

દમણ અને સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલરોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

vartmanpravah

દમણ મામલતદાર કાર્યાલય દ્વારા અપાતા ડોમિસાઈલ જાતિ, આવક વગેરેના પ્રમાણપત્રો માટેની ઓફલાઈન અરજી લેવાનું બંધ કરાયું

vartmanpravah

બાળકોને શ્રેષ્ઠ વક્તા બનાવવા કપરાડાના મનાલાની કેન્દ્ર શાળામાં “બોલેગા બચપન” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાદરામાં ગ્રોઅર એન્‍ડ વીલ ઇન્‍ડીયા લી. દ્વારા આરોગ્‍ય તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

વાપીના ચલા ખાતે સન રેસીડેન્‍સીમાં પારિવારિક માહોલ સાથે નવરાત્રીનું ભવ્‍ય આયોજન

vartmanpravah

Leave a Comment