Vartman Pravah
Otherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

દાનહ અને દમણ-દીવનું રમત-ગમત ક્ષેત્રે પણ ઉઘડનારૂં ભાગ્‍યઃ કેન્‍દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આપેલી ગેરંટી

સેલવાસના સાયલી ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે આયોજીત સ્‍પોર્ટ્‌સ આઉટરિચ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલા યુવા ખેલાડીઓ

સાયલી ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે આગામી વર્ષમાં રણજી ટ્રોફીની મેચ રમાડવાનું પણ આયોજન દેશમાં મોદી સરકારના આગમન બાદ રમત-ગમત અને ખેલાડીઓની બદલાયેલી દશા અને દિશા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: આજે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા સેલવાસના સાયલી ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે આયોજીત સ્‍પોર્ટ્‌સ આઉટરિચ કાર્યક્રમ અંતર્ગત સ્‍પોર્ટ્‌સ કિટ્‍સના વિતરણ સમારંભમાં મોટી સંખ્‍યામાં યુવાનોની રહેલી ઉપસ્‍થિતિથી કેન્‍દ્રીય માહિતી અને પ્રસારણ તથા રમત-ગમત અને યુવા વિષયક મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર ખુબ પ્રભાવિત થયા હતા અને પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા દેશમાં રમત-ગમતના વિકાસ માટે શરૂ કરેલ વિવિધ યોજનાઓનો અસરકારક અમલ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કરવા બદલ પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલને જાહેરમાં અભિનંદન પણ આપ્‍યા હતા.
કેન્‍દ્રના રમત-ગમત અને માહિતી પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે એક વર્ષની અંદર સેલવાસના સાયલી ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે રણજીટ્રોફીની મેચનું આયોજન કરવા પોતાની ગેરંટી આપી હતી. તેમણે દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે રમત-ગમત ક્ષેત્રે હજુ વધુ પ્રોત્‍સાહન નીતિ બનાવવાની પણ યોજના હોવાની જાણકારી આપી હતી.
કેન્‍દ્રીય મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે ભૂતકાળની કોંગ્રેસ સરકારમાં રમત-ગમત અને ખેલાડીઓની સ્‍થિતિનો ચિતાર આપતા જણાવ્‍યું કે, જ્‍યારથી મોદી સરકાર આવી છે ત્‍યારથી રમત-ગમત અને ખેલાડીઓની દશા તથા દિશા બદલવા અનેક પગલાં ભરવામાં આવ્‍યા છે. દેશમાં પહેલી વખત રમત-ગમતને સમર્પિત નીતિ બનાવવામાં આવી હોવાથી પ્રતિભાશાળી ખેલાડીઓને દર મહિને પ0 હજારનું ભથ્‍થું અને રહેવા, જમવા વગેરે સાથે ઉત્તમ પ્રશિક્ષણની વ્‍યવસ્‍થા સરકાર દ્વારા કરવામાં આવે છે.
કેન્‍દ્રીય મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા રમત-ગમતના ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ક્ષેત્રે કરવામાં આવેલા વિકાસથી સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો અને આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના ખેલાડીઓ પણ દેશનું નામ રોશન કરે એવી શુભકામના પણ પાઠવી હતી. તેમણે 2036માં જ્‍યારે ભારત ઓલિમ્‍પિકનું યજમાન હશે ત્‍યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવના ખેલાડીઓ પણ તેમાં ભાગ લઈ મેડલ મેળવે તે માટે પણ તેમણે યુવા ખેલાડીઓને જોશ ભર્યો હતો.
પ્રારંભમાં કેન્‍દ્રીય માહિતીપ્રસારણ અને રમત-ગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે દમણ ખાતે નમો પથ, જુપ્રિમનું આયુષ્‍માન આરોગ્‍ય મંદિર તથા દાદરા નગર હવેલીમાં પંચાયત ઘર ખરડપાડા, અક્ષય પાત્ર, અંડર બ્રિજ, સ્‍પોર્ટ્‍સ એરિના તથા નમો મેડિકલ કોલેજ એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટની મુલાકાત લીધી હતી.
સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ ખાતે મંત્રીશ્રીના આગમનને સ્‍થાનિક લોક નૃત્‍ય, તારપા ઢોલ અને તુર થાળી દ્વારા વધાવવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં ભારતના ટેસ્‍ટ અને વન-ડેમાં ફાસ્‍ટેસ્‍ટ બોલર રહેલા શ્રી મુનાફ પટેલ, બેડમિન્‍ટન ખેલાડી કુ. તુપ્તિ મુરગુંડે તથા મહિલા પહેલવાન કુ. સાક્ષી પુનિયા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન દાદરા નગર હવેલી અને દમણની જિલ્લા પંચાયતોના સભ્‍યો, ગ્રામ પંચાયતના સરપંચો, સેલવાસ અને દમણ ન.પા.ના કાઉન્‍સિલરો, પ્રદેશ ભાજપના પ્રતિનિધિઓ, હિમાચલ પ્રદેશ સમાજ તથા વિવિધ રાજ્‍યોના પ્રતિનિધિઓ તથા ઔદ્યોગિક સંગઠનોના સભ્‍યોએ કેન્‍દ્રીય મંત્રીશ્રીનું પુષ્‍પ ગુચ્‍છ તથા સ્‍મૃતિ ભેટ આપી અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં ખેલાડીઓ, ખેલ પ્રેમીઓ તથા યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પ્રત્‍યે પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે પણ 30 હજાર કરતા વધુ લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈપટેલ, શ્રી સીતારામભાઈ ગવળી, દાનહ જિ.પં.ના અધ્‍યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા, દમણ જિ.પં.ના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ શ્રીમતી રજનીબેન શેટ્ટી તથા દમણ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી અસ્‍પી દમણિયા સહિત મોટી સંખ્‍યામાં ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે પરેડ યોજાઈ

vartmanpravah

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતોના પ્રમુખ-ઉપ પ્રમુખની પસંદગી ભાજપ હાઈકમાન્‍ડ માટે પણ અગ્નિ પરીક્ષા

vartmanpravah

ઉમરગામ સોળસુંબામાં સર્જાયેલી કરુણાંતિકા: ખાળકુવાના સફાઈ માટે ખાડામાં ઉતરેલા ત્રણ વ્‍યક્‍તિમાંથી બે ના મોત

vartmanpravah

લ્‍યો કરો વાત…દમણ ન.પા. દ્વારા છપલી શેરીના ટોયલેટના વપરાશકારો પાસેથી ચાર્જ પણ વસૂલ કરાતો હતો

vartmanpravah

દાનહઃ ભીલોસા કંપનીમાં કામ કરતા કર્મચારીનું ગટરમાં પડી જતાં સારવાર દરમ્‍યાન નિપજેલું મોત

vartmanpravah

નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો

vartmanpravah

Leave a Comment