Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને તકેદારીના પગલાં રાખવા અનુરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: હવામાન વિભાગ દ્વારા રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં તા.17/03/2023ના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં સંભવિત કમોસમી વરસાદની આગાહીને ધ્‍યાને લઈ જિલ્લાના ખેડૂતોએ કળષિ અને બાગાયતી પેદાશોને સંભવિત નુક્‍શાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે ખેત ઉત્‍પાદિત પાકો, ખેતરમાં કાપણી કરી ખુલ્લામાં હોય તો તેને સલામત સ્‍થળે ખસેડવા કાર્યવાહી કરવી અથવા પ્‍લાસ્‍ટીકના કાગળ કે તાડપત્રીથી યોગ્‍ય રીતે ઢાંકી દેવા. ખેતરમાં જરૂરી માપસર પિયત આપવું, જંતુનાશક દવા અને નિંદામણનાશક દવાનો કે રાસાયણીક ખાતરોનો ઉપયોગ આ સમયગાળા માટે ન કરવો. શાકભાજી પાકો કઠોળ અને આંબાવાડીમાં રોગ જીવાતનો ઉપદ્રવ ન વધે તેના નિયંત્રણ માટે કળષિ વિજ્ઞાન કેન્‍દ્ર, અંભેટી, કપરાડા અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા જણાવેલા પગલાં લેવા માટે વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી અને વલસાડ બાગાયત કચેરીના નાયબ બાગાયત નિયામકે અખબારી યાદીમાંજણાવ્‍યં છે.

Related posts

રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા જરૂરીયાતમંદ વ્‍યક્‍તિને ટ્રાઈસીકલ અને વિદ્યાર્થીનીની શાળાની ફી ભરી કરેલી સહાય

vartmanpravah

ચીખલીની ફડવેલ પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં પાયાનો ભાગ બેસી જતા અને ઠેરઠેર તિરાડો પડતા સ્થાનિકોમાં રોષ

vartmanpravah

વાપી ચલા કોટક મહિન્‍દ્રા બેંકના મેનેજરએ વલસાડ જુજવાગામે પોતાના બંગલામાં ફાંસો ખાઈ લેતા ચકચાર

vartmanpravah

અંતે વલસાડ પાલિકાએ રખડતા ઢોરને પાંજરે પુરવાની કાર્યવાહી આરંભી : 10 ઢોર પાંજરાપોળમાં મોકલ્‍યા

vartmanpravah

તેજલાવ ગામે લોનના બાકી હપ્તા લેવા ગયેલ મહેન્‍દ્ર ફાઈનાન્‍સના કર્મચારી ઉપર પાવડાથી હુમલો

vartmanpravah

વલસાડમાં વિવિધ હિંદુ સંગઠનો દ્વારા ઉત્તરાયણમાં ડીજે અને લાઉડ સ્‍પિકરના જાહેરનામાનો વિરોધ કરાયો

vartmanpravah

Leave a Comment