Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જુવેનાઈલ જસ્‍ટીસ એક્‍ટના શ્રેષ્ઠ અમલીકરણ અંગેની બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.16: જુવેનાઈલ જસ્‍ટિસ એકટના વલસાડ જિલ્લામાં શ્રેષ્ઠ અમલીકરણ માટે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને તા.15 મી માર્ચ, 2023 ના રોજ કલેકટર કચેરીના સભાખંડમાં આ એક્‍ટ સાથે સંકળાયેલા વિભાગોની બેઠક યોજાઈ હતી.
કલેકટરશ્રીએ નામ. હાઈકોર્ટની રીટ પીટીશન અનુસંધાને ગુજરાત રાજ્‍ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગરના તપાસ સર્વે અહેવાલ માટે યોજાયેલ આ બેઠકના અધ્‍યક્ષસ્‍થાનેથી જુવેનાઈલ જસ્‍ટીસ એકટના કાયદાને વધુ મજબૂત બનાવવા તેમજ તેનો સરળતાથી અમલ થઈ શકે તે માટે વહીવટી સુધારણા, બાળકોના પુનઃ સ્‍થાપન માટે પ્રક્રિયા ઝડપી તેમજ સરળતાથી થાય તે માટે સંબધિત વિભાગોને અસરકારક અમલીકરણ કરવા જણાવ્‍યું હતું.
બેઠકમાં કલેકટરશ્રીએ કાયદાને વધુ મજબૂત તેમજ સરળ બનાવવા કાયદા વિભાગના ન્‍યાયતંત્ર, પોલીસ વિભાગ તથા વહીવટીતંત્રના વિવિધ સ્‍ટેક હોલ્‍ડરો સાથે સંકલન માટે ચેરમેન નિયુકત કરી કમિટીનું ગઠન રાજ્‍ય કક્ષાએ કરી તેનું રીવ્‍યુ પણ રાજ્‍યકક્ષાએથી કરવા સૂચન કર્યુ હતું. આ ઉપરાંત કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકોના કેસોનો જલ્‍દી નિકાલથાય તે માટે રાજ્‍યકક્ષાએથી કાયદા વિભાગ દ્વારા પણ રાજ્‍યકક્ષાએથી રીવ્‍યુ કરવા જરૂરી સૂચન કરવામાં આવ્‍યું હતું.
આ કાયદાનું અમલીકરણ સરળતાથી થાય તે માટે જુવેનાઈલ જસ્‍ટીસ બોર્ડ, બાળ કલ્‍યાણ સમિતિ, સ્‍પેશિયલ જુવેનાઈલ પોલીસ યુનિટ અને જિલ્લા બાળ સુરક્ષા એકમના મંતવ્‍યો રજૂ કરવામાં આવ્‍યા હતા.
બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વી. એમ. ગોહિલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રાકેશ પટેલ, સ્‍પેશ્‍યલ જુવેનાઈલ પોલીસ યુનિટ વલસાડના નોડલ ઓફિસર અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી. ફળદુ, જિલ્લા બાળ સુરક્ષા એકમના લીગલ કમ પ્રોબેશનર ઓફિસર ધારા પંચાલ તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Related posts

દમણ-દીવ યુથ કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે યુવા નેતા મયંક પટેલને પુનઃ સ્‍થાપિત કરાયા

vartmanpravah

ઉમરગામથી વલસાડ જવા ટ્રેનમાં નિકળેલ પિતા સૂઈ જતા બે વર્ષની પૂત્રનું કોઈ અપહરણ કરી ગયું

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણમાં હનુમાન જન્‍મોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

કપરાડાનું નાનાપોંઢા એકમાત્ર વિકાસના પંથે જોડાયેલું ગામ, પણ શિક્ષણનું માધ્‍યમ પ્રાથમિક શાળા જ ખંડેર હાલતમાં

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ જોડે કરેલી મુલાકાત

vartmanpravah

ધનતેરસના દિને પ્રદેશના લોકો સોના-ચાંદીની દુકાનમાં સોના-ચાંદીની ખરીદી માટે ભીડ

vartmanpravah

Leave a Comment