September 20, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા જરૂરીયાતમંદ વ્‍યક્‍તિને ટ્રાઈસીકલ અને વિદ્યાર્થીનીની શાળાની ફી ભરી કરેલી સહાય

સેલવાસ નગર પાલિકા પ્રમુખ રજનીબેન શેટ્ટી તેમજ ચીફ ઓફિસર
સંગ્રામ સીંગના હસ્‍તે કરવામાં આવ્‍યું વિતરણ

જરૂરીયાતમંદને કામ આવે એ જ ખરી સહાયનો સાચો અર્થ દાખવતું
રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22: દાદરા નગર હવેલીના સીમાડાનું છેલ્લા ગામ સીંદોનીના રહેવાસી દિલીપભાઈ ધનગરેને અકસ્‍માત નડતા ઘૂંટણથી નીચેનો એક પગ કાપી નાખવામાં આવ્‍યો હતો અને સંજોગોવસાત એમની આર્થિક હાલત પણ સારી ન હોઈ તેઓને હરવાફરવા માટે જરૂરિયાતની વસ્‍તુ ના હોઈ ઘરે બેસી રેહવા મજબુર બન્‍યા હતા.
આ વાતની જાણ રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલીના સદસ્‍યોને થતા બનતી સહાય રૂપ આજરોજ રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા દિલીપભાઈને ટ્રાયસિકલ અને ચાલવા માટે સહાય બનતી કાખ ઘોડી (ચાલવાની લાકડી) રોટરી ક્‍લબના સદસ્‍યો, નગર પાલિકા પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટી તેમજ ચીફ ઓફિસર શ્રી સંગ્રામ સિંગના હાથે આપવામાં આવી હતી. સાથે જ એક વિદ્યાર્થીની કે જેમના પિતાજીનું આકસ્‍મિક મૃત્‍યુ થયા બાદ બાદ ભણતરમાં સ્‍કૂલ ફી ના ભરી શકતા શાળા છોડવા મજબુર બની વિદ્યાર્થીનીને એક વર્ષની ફી રૂપે ચેક પ્રદાન કર્યો હતો અને આ વિદ્યાર્થીનીને ઉજ્જવળ ભવિષ્‍ય માટે રોટરી ક્‍લબના સદસ્‍યોએ હંમેશા શકય મદદની ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, રોટરીના સદસ્‍યો હર હંમેશા આ રીતે સહાય માટે તત્‍પર રહે છે એવા પિલ્લાઈ ફેમિલી અનિલ પિલ્લાઈ અને સપના પિલ્લાઈએ આ મદદમાં સહયોગી બન્‍યા હતા. રોટરી ક્‍લબ તરફથી અધ્‍યક્ષ મિલનભાઈ પટેલ, સેક્રેટરી મેઘાવીનસિંહ પરમાર, ખજાનચી વિરલ રાજપૂત, યશવન્‍તભાઈ પરમાર, રાજુભાઈ પટેલ, દેવાંગી પટેલ, ડો.રાજેશ રોહિત, વિશ્વરાજ દોડીયા, રમેશભાઈ કડુ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી સહિત વલસાડ જિલ્લમાં ચોમાસાનું મંડાણ: છેલ્લા 24 કલાકથી રાત-દિવસ સતત વરસાદ

vartmanpravah

સમગ્ર પારડી દેશભક્‍તિના રંગમાં રંગાયું: ઠેરઠેર 75મા પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી

vartmanpravah

કરજગામ રાયવાડીમાં બોરિંગોમાંથી નીકળતું કલર યુક્‍ત પાણીની સમસ્‍યા યથાવત્‌

vartmanpravah

ધો.10 બોર્ડની પરીક્ષામાં વલસાડ જિલ્લાનું 64.77 ટકા પરિણામ

vartmanpravah

દાનહઃ કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દપાડામાં વાર્ષિકોત્‍સવ ઉજવાયો

vartmanpravah

દીવ ખાતે G-20 સમિતિના પ્રતિનિધિઓનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

Leave a Comment