April 30, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

તેજલાવ ગામે લોનના બાકી હપ્તા લેવા ગયેલ મહેન્‍દ્ર ફાઈનાન્‍સના કર્મચારી ઉપર પાવડાથી હુમલો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.19: બનાવની પોલીસ મથેકથી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી પ્રેગ્નેશ લલ્લુભાઈ પટેલ (ઉ.વ.43) (રહે. બુટલાવ ગામ કોળીવાડ ફળીયું તા.જી.નવસારી)ના જણાવ્‍યાનુસાર નવસારી મહેન્‍દ્રા ફાઈનાન્‍સ કંપનીમાં લોનના બાકી હપ્તાની ઉઘરાણી માટે કામ કરતા હાર્દિક પંકજભાઈ પટેલ (રહે. જલતરંગ સોસાયટી કબીલપોર નવસારી) જે લોનના બાકી હપ્તાની ઉઘરાણી માટે ચીખલી વિસ્‍તારમાં હતા. દરમ્‍યાન સોમવારની બપોરના બે વાગ્‍યાના સમય દરમ્‍યાન હાર્દિક પટેલના મોબાઈલ ફોન ઉપર ભગુભાઈ રવજીભાઈ પટેલે ફોન કરી જણાવેલ કે અમારા મહિન્‍દ્રા ટ્રેકટર નંબર જીજે-21 સીબી-0076ના લોનનો હપ્તો તૈયાર છે. તમે આવીને લઈ જાવ તેમ જણાવતા બાકી હપ્તાના નાણાં લેવા ભગુભાઈ પટેલના ઘરે જતા જણાવેલ કે મારી પાસે હપ્તાની રકમ નથી. જેથી હાર્દિક પટેલે પ્રેગ્નેશ પટેલને ફોન કરીટ્રેકટરના લોનનો હપ્તો આપવાની ના પાડે છે. જેથી પ્રેગ્નેશ પટેલે ભગુભાઈ જોડે વાત કરી ચાર હપ્તા બાકી હોય જેમાંથી તમે એક હપ્તો ભરી આપવા વિનંતી કરી હતી. ત્‍યારે ભગુભાઈ પટેલે જણાવેલ કે મારી પાસે પૈસા નથી અને અન્‍ય ગમે તેમ ગાળો આપી હાર્દિક પટેલને ફોન આપી દીધો હતો. બાદમાં હાર્દિક પટેલ પ્રેગ્નેશ પટેલ જોડે વાત કરી રહ્યા હતા. તે સમય દરમ્‍યાન ભગુભાઈ પટેલે ધારવાળા પાવડાથી હાર્દિકને માથાના ભાગે મારતા લોહી નીકળવા લાગ્‍યું હતું. બાદ આજુબાજુના લોકો ભેગા થઈ જતા ભગુભાઈ પટેલે જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્‍યાંથી જતા રહ્યા હતા. બાદમાં સ્‍થાનિકો લોકોએ સારવાર અર્થે ચીખલીની સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલમાં લઈ જતા જ્‍યાં પ્રાથમિક સારવાર કરાવી સિટી સ્‍કેન કરાવવા આલીપોર હોસ્‍પિટલમાં લઈ ગયેલ બાદ ચીખલીની સ્‍પંદન હોસ્‍પિટલમાં જઈ રિપોર્ટ બતાવતા માથાના અંદરના ભાગે ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર અર્થે સુરત આઈ.એન.એસ. હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે.
બનાવની વધુ તપાસ ચીખલીના પી.એસ.આઇ. એમ.એચ.શીણોલ કરી રહ્યા છે.

Related posts

દી ન.પા.ની ચૂંટણી 7મી જુલાઈએ યોજાશેઃ આજથી ઉમેદવારી પત્રક ભરાવાનો આરંભ: દીવ શહેરમાં રાજકીય સળવળાટ તેજ

vartmanpravah

વલસાડમાં ધરમપુર રોડ પર વધુ એક સદભાવના પાત્ર સૌના માટે ખુલ્લુ મુકાયું

vartmanpravah

વાપી મોરાઈ હાઈવે ઉપરથી દારૂનો જથ્‍થો ભરેલ કાર અને પાયલોટ કારને પોલીસે ઝડપી

vartmanpravah

દમણ જિલ્લામાં સર્વેનું કામ કરી રહેલ મેપ માય ઈન્‍ડિયાના કર્મીએ સર્વે અને ઘર નંબર અલગ કરવા રૂા.1000ની કરાયેલી માંગણીના સંદર્ભમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસમાં વિવિધનિર્માણાધિન કાર્યોની લીધેલી મુલાકાત

vartmanpravah

ફલધરામાં સનાતન ધર્મના સંતો-આગેવાનોની મીટિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment