કોરોના સંક્રમણ રોકવા સરકારના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારાઓ વિરૂદ્ધ કલેક્ટરને આવેદન પાઠવાયું![](https://newsreach-publishers.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2022/01/WhatsApp-Image-2022-01-13-at-7.36.33-PM.jpeg)
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13
તાજેતરમાં વલસાડ સહિત ગુજરાતભરમાં કોરોનાએ ફરી માથુ ઊંચક્યું છે. ત્યારે રાજ્ય સરકારે નવી નવી ગાઈડ લાઈનો જારી કરી છે તે સંદર્ભમાં આ ઉત્તરાયણ તહેવારમાં અગાશીમાં ડી.જે. કે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં તેવા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો લોકો દ્વારા થઈ રહેલા વિરોધને ધ્યાને લઈ આજે વિવિધ હિંદુ સંગઠનો દ્વારા વલસાડ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવી જાહેરનામુ મોકુફ રાખવાની માંગણી કરી હતી.
ગુજરાતભરમાં કુદકે ને ભૂસકે વધી રહેલા કોરોનાના કેસોને લઈ સરકાર કોઈપણ ક્ષેત્રે સમાધાન કરવાના મુડમાં નથી. નવી આદર્શ આચાર સંહિતાઓ અમલ કરવામાં આવી રહી છે તે અનુસંધાનમાં સરકારે ઉત્તરાયણ પર્વમાંઅગાશી કે ધાબાઓ ઉપર લાઉડસ્પીકર અને ડી.જે. ઉપર પ્રતિબંધ જાહેર કર્યો છે અને પોલીસને તેનો અમલ કરવા જણાવેલ છે. જેના લોકોમાં પ્રત્યાઘાત વિપરીત પડયા છે. લોકો ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે તેથી વિવિધ હિંદુ સંગઠનોએ આજે વલસાડ કલેક્ટરમાં આવેદનપત્ર પાઠવી નવા જાહેરનામાનો વિરોધ કર્યો હતો.