Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામની વેન પેટ્રોકેમ એન્‍ડ ફાર્મા કંપનીની મોટી હોનારતમાં એનજીટીનો હુકમ: મૃતકોને રૂા.20 લાખ અને ઈજાગ્રસ્‍તોને રૂા.10 લાખના વળતર ચુકવણીના આદેશથી પરિવારોને મળેલી આંશિક રાહતઃ જીપીસીબીને નોટિસની ફટકાર

રાસાયણિક કારખાનામાં થયેલા પ્રચંડ બ્‍લાસ્‍ટ અને ફાયરની ઘટનાનું કારણ એનજીટી સમક્ષ રજૂ કરવામાં જીપીસીબીના વૈજ્ઞાનિકો, ટેક્‍નિશિયનો અને એક્‍સપર્ટ તેમજ કંપની રજૂ કરવામાં નિષ્‍ફળ જતા કારણ શોધવા કમિટિન રચના કરી બે મહિનામાં રિપોર્ટ રજૂ કરવા કરેલો આદેશ

જીપીસીબી અને કંપની ઘટનાના 20 દિવસ પછી પણ ઈમારત ધરાશાયી થાય એવો પ્રચંડ બ્‍લાસ્‍ટ અને ફાયરનું કારણ એનજીટીને બતાવવામાં નિષ્‍ફળ જતા સરીગામ જીઆઈડીસીની ફરતે વીંટળાયેલી માનવ વસાહત રામ ભરોસે જીવતી હોવાનો અનુભવથી ભયંકર ભયના ઓથા હેઠળ આવી ગઈ છે આવું રસાયણ ઘણી કંપનીઓમાંબની રહ્યું છે ત્‍યારે સંપૂર્ણ ન્‍યાય માટે રાજ્‍યની વડી અદાલતમાં જાહેરહિતની અરજી એકમાત્ર વિકલ્‍પ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.19: સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત વેન પેટ્રોકેમ એન્‍ડ ફાર્મા કંપનીમાં ગત તા.27/2/2023ના રોજ દર્દનાક ઘટના બનવા પામી હતી. ત્રણ માળના આરસીસી સ્‍લેબ અને દિવાલ ધારાશાયી થાય એવો પ્રચંડ ધડાકો અને ફાયરની ઘટનામાં ચારના મોત અને બે ઘાયલ થયા હતા. આ ઘટનાની નોંધ એનજીટીએ મીડિયાના અહેવાલથી લઈ ઓરીજનલ એપ્‍લિકેશન નંબર 150/2023 થી સુઓમોટો દાખલ કરી ગત તા. 1/3/2023 ના રોજ જીપીસીબીના રીજીયોનલ ઓફિસરશ્રી એ.ઓ. ત્રિવેદી, એન્‍વાયરમેન્‍ટ એન્‍જિનિયરશ્રી આર.બી. ત્રિવેદી અને વેન પેટ્રોકેમ એન્‍ડ ફાર્મા કંપનીને નોટિસ ફટકારવામાં આવી હતી. જેનું હિયરીંગ ગત તારીખ 15/3/2023ના રોજ ઓનરેબલ જસ્‍ટિસ શ્રી આદર્શ કુમાર ગોયલ, ચેરપર્સન ઓનરેબલ જસ્‍ટીસ શ્રી સુધીર અગ્રવાલ, જ્‍યુડિશિયલ મેમ્‍બર ઓનરેબલ એ. સેનથીલ વેલની બેન્‍ચમાં કરવામાં આવી હતી.
એનજીટીએ કરેલી સુનાવણી મુજબ ગુજરાત પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડે એન્‍વાયરમેન્‍ટ ડેમેજ કંટ્રોલ એકટ હેઠળ દંડ ફટકારતા પર્યાવરણને નુકસાની ભરપાઈ પેટેરૂપિયા 25 લાખનો ચેક પીસીબી પાસે જમા કરાવ્‍યો છે. આ ઘટનામાં મોતને ભેટનારના નજીકના વારસદારને વળતરરૂપે રૂા. 20 લાખ અને ઈજા ગ્રસ્‍તોને રૂા. 10 લાખ કંપનીને ચૂકવવા જણાવેલ છે અને વધુમાં કાયદા મુજબ વધુ ક્‍લેઈમ થતો હોય તો કલેઈમ કરવાની સ્‍વતંત્ર આપવામાં આવી છે. કંપની અને જીપીસીબી એનજીટી સમક્ષ ઘટનાનું કારણ રજૂ કરવામાં નિષ્‍ફળ ગઈ છે જેના માટે જોઈન્‍ટ ડાયરેક્‍ટર સીપીસીબી વડોદરા, જીપીસીબી અને ડિસ્‍ટ્રિક્‍ટ મેજિસ્‍ટ્રેટ વલસાડની જોઈન્‍ટ કમિટીની રચના કરી ઘટના સ્‍થળની મુલાકાત અને તપાસ કરી બે મહિનામાં રિપોર્ટને રજૂ કરવા જણાવવામાં આવ્‍યું છે.
એનજીટીના આ આદેશમાં જીપીસીબી અને કંપનીના એક્‍સપર્ટ અને રસાયણના જાણકાર ઘટનાનું ચોક્કસ કારણ જણાવી શકતા નથી. ત્રણ માળનો આરસીસી સ્‍લેબ પત્તાની જેમ ધારાશાયી થાય એવો પ્રચંડ ધડાકો કયા સંજોગોમાં નિર્માણ થઈ શકે એ એક્‍સપર્ટ પાસે કારણ નથી. જો કંપનીમાં જે રસાયણનો ઉપયોગ થતો હોય તો એની વિપરીત અસરની પણ પૂરેપૂરી જાણકારી જીપીસીબી એક્‍સપર્ટ અને કંપનીના મેનેજમેન્‍ટ પાસે હોવી જોઈએ. આ પ્રકારની લાપરવાહી સરીગામ જીઆઈડીસીમાં કામ કરતા કામદારો અને ફરતે વસવાટ કરતી માનવવસાહત માટે અતિ જોખમી છે. અહીં જીપીસીબી વિભાગ અને કંપની બંનેકંઈક છૂપાવી રહ્યા હોવાની શકયતા નકારાતી નથી. આવી કેટલી કંપનીઓ સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત છે તે સુરક્ષાને ધ્‍યાનમાં રાખી એનું લિસ્‍ટ તૈયાર કરવું પણ જરૂરી છે. આ ઘટના પછી જીપીસીબી પ્રદૂષણ ઉપર અંકુશ કરવામાં અને કંપનીઓમાં થતી પ્રક્રિયા ઉપર નિરીક્ષણ કરવામાં સદંતર નિષ્‍ફળ ગઇ હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. જીપીસીબીએ આ અગાઉ સરીગામ જીઆઈડીસી સહિત ઉમરગામ અને વાપીમાં લાગેલી આગની ઘટનામાં પર્યાવરણને નુકસાનના ભરપાઈ પેટે શું દંડાત્‍મક કાર્યવાહી કરેલી છે એ પણ તપાસનો વિષય છે. સરીગામ જીઆઈડીસીમાંથી પસાર થતી ટોકરખાડી ભર ઉનાળે કલરયુક્‍ત અને એસિડયુક્‍ત પાણીથી છલકાઈ છે જે જીપીસીબીની નિષ્‍ફળતાની સાબિતી પૂરે છે.

Related posts

વાપી મેઈન રેલવે ગરનાળામાં કોઈ અવળચંડાએ તાડપત્રી ખોસી દેતા નાળું પાણીમાં ગરકાવ

vartmanpravah

ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું આજે વડાપ્રધાનશ્રી વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કરશે

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના વિદ્યાર્થીઓ કલા મહોત્‍સવમાં ઝળક્‍યા

vartmanpravah

મુંબઈની હેર આર્ટિસ્‍ટ નૈના મહંતની હત્‍યામાં આવ્‍યો નવો વળાંક: પૂર્વ પ્રેમી મનોહરે પત્‍ની સાથે મળી 2019 માં કરી હતી નૈનાને મારી નાખવાની કોશિશ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ લક્ષદ્વીપના સમુદ્રમાં સ્‍નોર્કલિંગ કરી પોતાની જીજ્ઞાસાનો આપેલો પરિચય

vartmanpravah

કલા મહાકુંભ પ્રતિયોગીતામાં વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ રાજ્‍ય કક્ષાએ ઝળકી

vartmanpravah

Leave a Comment