December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વાપી મેઈન રેલવે ગરનાળામાં કોઈ અવળચંડાએ તાડપત્રી ખોસી દેતા નાળું પાણીમાં ગરકાવ

કેટલાક વાહનો ડૂબ્‍યા : ઈસ્‍ટ વેસ્‍ટ ભારે ટ્રાફિક સર્જાયો : પાલિકાના 40 ઉપરાંત કર્મચારી પાણી નિકાલ માટે જોતરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: બુધવારે વહેલી સવારે વાપીમાં સતત ચાર કલાક ધોધમાર પડેલા વરસાદે મુશ્‍કેલીઓનો પહાડ ખડકી દીધો હતો. કુદરતનો માર કંઈક ઓછો નહોતો તેમાં કોઈ ટિખળખોળ અવળચંડાએ વાપી રેલવે અંડરપાસ મેઈનમાં તાડપત્રી ખોસી દેતા જોતજોતામાં 5 થી 6 ફૂટ પાણી ભરાઈ ગયું હતું તેથી પૂર્વ-પヘમિની અવર જવર સવાર સવારમાં જ ખોરવાઈ હતી.
વાપીમાં હાલમાં જૂનું અને નવું રેલવે ગરનાળું મુખ્‍ય અવર જવરનું માધ્‍યમ છે. તેમાં પણ અતિશય વરસાદ દરમિયાન નાળામાં પાણી ભરાઈ જતા હોય છે. આજે વરસાદ કરતા કોઈ માનવીય ચેષ્‍ઠાએ વાપીના હજારો લોકોને પારાવાર મુશ્‍કેલીમાં ધકેલી દીધા હતા. બન્‍યુ એમ હતું કે, કોઈ ટીખળખોરે વાપી મેઈન રેલ ગરનાળામાં જ્‍યાં પાણી જવાનો રસ્‍તો છે એમાં તાડપત્રી ખોસી દેતા પાણીઅટકી ગયું હતું. જોતજોતામાં નાળામાં 5 થી 6 ફૂટ પાણી ભરાઈ ગયું હતું. જેના નિકાલ માટે ડ્રેનેજ, વોટર સપ્‍લાય, ફાયર, ઈલેક્‍ટ્રીક વિભાગના પાલિકાના 40 ઉપરાંત કર્મચારી પાણી નિકાલની કામગીરીમાં જોતરાયા હતા.

Related posts

કપરાડા નાસિક રોડ સુથારપાડા નજીક યુવાનોએ શ્રમદાન કરીને રોડના ખાડા પુર્યા : તંત્રને લપડાક

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૭૫ અમૃત સરોવરની કામગીરી મુદ્દે સરપંચ અને તલાટીઓનો સેમિનાર યોજાયો

vartmanpravah

દાદરાની ગ્રોવર એન્‍ડ વીલ ઈન્‍ડિયા લિ. કંપનીમાં નેત્ર ચિકિત્‍સા શિબિર યોજાઈ

vartmanpravah

દાનહ-દમણમાં મંગળવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયા

vartmanpravah

વલસાડ આર.ટી.ઓ. કચેરી એટલે ગંદકીના સામરાજ્‍યનું સરનામું : કચેરીમાં પારાવાર ગંદકી ચોમેર પથરાયેલી છે

vartmanpravah

દાનહ પોલીસે સાયલી ગામેથી બે કિલો ગાંજા સાથે ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment