Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કલા મહાકુંભ પ્રતિયોગીતામાં વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ રાજ્‍ય કક્ષાએ ઝળકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વ્‍યારા ડો.શ્‍યામા મુખરજી ટાઉન હોલ તાપી ખાતે યોજાયેલ દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ તા.21-02-2023 અને તા.22-02-2023 ના રોજ વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલનાં વિદ્યાર્થી અમેય રત્‍નેશ સોનકર. ઓરગન વયગ્રુપ 15 થી 20, ધ્‍યાની મનિષ પટેલ લોકવાર્તા વયગ્રુપ 6 થી 14 અને શાળાનાં સંગીત શિક્ષક શ્રી મનિષ કાળીદાસ પટેલ ઓરગન વયગ્રુપ 21 થી 59 ની સ્‍પર્ધામાં ભાગ લીધો હતો. ત્રણેય સ્‍પર્ધકોએ વિષયાનુસાર ખૂબ જ શ્રેષ્‍ઠ અને સુંદર પ્રદર્શન કરી ત્રણેય સ્‍પર્ધકોએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળા અને વલસાડ જિલ્લાનું નામ પ્રદેશ કક્ષાએ રોશન કર્યું હતું. ત્‍યારબાદ શ્રી કે.કે. પારેખ અને મહેતા આર.પી. વિદ્યાલય અમરેલી ખાતે યોજાયેલ રાજ્‍ય કક્ષા કલા મહાકુંભ પ્રતિયોગીતા 2022-23માં વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલનાં સંગીત શિક્ષક શ્રી મનિષ પટેલે ઓરગન સ્‍પર્ધામાં ભાગ લઈ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું.
વિજેતા વિદ્યાર્થી અને સંગીત શિક્ષકને શાળાનાં આચાર્યશ્રી અનુપમ ઉપાધ્‍યાય અને શાળા પરિવારે અભિનંદન પાઠવી ભવિષ્‍યમાં પણ ઉત્તમોત્તમ સિધ્‍ધિ પ્રાપ્ત કરો એવી શુભેચ્‍છા પાઠવીહતી.

Related posts

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન હેઠળ દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા તિરîગા યાત્રા યોજાઈ

vartmanpravah

કપરાડાના મેઘવાળ ગામના યુવાને ટ્રેડિંગના નામે લોકોને રોકાણ કરાવી છેતરપિંડી કરવા બાબતે મચેલો હંગામો

vartmanpravah

વલસાડ જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો ભદેલી જગાલાલાથી શુભારંભ કરાવતા જિ.પં. પ્રમુખ અલ્કાબેન શાહ

vartmanpravah

વાપી શામળાજી રોડ પર ખાડાઓને લીધે ખટાણા ગામના બે લોકોના અકસ્‍માત મોત

vartmanpravah

સેલવાસમા ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા આયોજીત ભાગવત કથા સપ્તાહનું સમાપન કરાયું

vartmanpravah

થ્રીડીમાં ડોમેસ્‍ટિક વીજધારકોને વીજ વધારાનો પ્રસ્‍તાવ મોકૂફ રાખવા કરાયેલી ધારદાર રજૂઆત

vartmanpravah

Leave a Comment