December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કુપોષણ મુક્‍ત નવસારી અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગરના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.19: માન. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી જનજનને જોડી તંદુરસ્‍ત અને સુપોષિત ગુજરાતના નિર્માણ માટે ગુજરાત સરકારે ગુજરાત પોષણ અભિયાન હાથ ધરવામાં આવ્‍યો છે. જે અંતર્ગત આજરોજ નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગરના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સેવા સદન, કાલિયાવાડી, નવસારી ખાતે ‘‘કુપોષણ મુક્‍ત નવસારી” અંગેની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગરે જણાવ્‍યું હતું કે, નવસારી જિલ્લામાં કુપોષિત બાળકોને ગુણવત્તાયુકત પૌષ્ટિક આહાર મળે અને છેવાડાના તમામ બાળકોને ફરી એકવાર ભગીરથ પ્રયાસથી કુપોષણ મુકત નવસારી બનાવવા અનુરોધ કર્યો હતો. કુપોષણ મુકત બનાવવાના અભિયાનમાં એન.જી.ઓ., આંગણવાડી વર્કરો, ગામ આગેવાનોના સહયોગ લેવા જણાવ્‍યું હતું. રેડ ઝોનમાં રહેલા બાળકોને ગ્રીન ઝોનમાં કેવી રીતે લાવવા તે અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ માર્ગદર્શન આપ્‍યું હતુ. કુપોષણમુક્‍ત નવસારી કાર્યક્રમનો મુખ્‍યહેતુ રેડ ઝોન વાળા બાળકો ગ્રીન ઝોનમાં આવી જાય તે રીતે કામગીરી કરવાનો છે. આ માટે જિલ્લાના તમામ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. જયાં રેડ ઝોનમાં બાળકો છે તે ગામમાં પોષણમિત્ર અને આંગણવાડી કાર્યકરની મદદથી બાળકોની વિશેષ કાળજી રાખવા કામગીરી હાથ ધરાશે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, નવસારી જિલ્લાને કુપોષણ મુકત બનાવવા આખુ જિલ્લા વહીવટીતંત્ર કામે લાગશે. તમામ અધિકારીઓને કુપોષણ મુકત નવસારી જિલ્લા અભિયાન માટે જનઆંદોલનરૂપે કામગીરી હાથ ધરવા જણાવ્‍યું હતું.
આ અવસરે અધિક નિવાસી કલેકટર શ્રી કેતન જોષી, પ્રાંત અધિકારીશ્રીઓ, અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.

Related posts

વલસાડમાં અજીબો ગરીબ કિસ્‍સો બન્‍યો : ભિક્ષુક પાસેથી રોકડા રૂપિયા 1,14,480 મળી આવ્‍યા

vartmanpravah

વાપી રોફેલ કોલેજના પી.ટી. પ્રોફેસરની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં રેફરી તરીકે પસંદગી

vartmanpravah

વાપી ચણોદ કોલોની ચાર રસ્‍તા ઉપર કંપનીમાંથી સાયકલ ઉપર આવીલ રહેલ કામદારનું કારે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

પ્રદેશમાં કોરોનાના કેસો વધતા સંઘપ્રદેશમાં ધો.1થી 8 અને પૂર્વ પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો આદેશ : ઓનલાઈન ક્‍લાસો ચાલશે

vartmanpravah

દીવના વણાકબારા ખાતે સોલંકી પરિવાર દ્વારા 17મા પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

‘સાંસદ આદર્શ ગ્રામ’ કપરાડા તાલુકાના રાહોર ગામના વિકાસ માટે વલસાડ કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment