January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મુંબઈની હેર આર્ટિસ્‍ટ નૈના મહંતની હત્‍યામાં આવ્‍યો નવો વળાંક: પૂર્વ પ્રેમી મનોહરે પત્‍ની સાથે મળી 2019 માં કરી હતી નૈનાને મારી નાખવાની કોશિશ

કેસ પરત ખેંચવા મનોહર કરી રહ્યો હતો દબાણ :
નેનાએ કેસ પરત ન ખેંચતા કરી નાખી હત્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.15: મુંબઈના વસઈ-નાયગાંવ ખાતે રહેતી અને ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં હેર આર્ટિસ્‍ટ એવી નૈના મહંતના ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં જ ડ્રેસ આર્ટિસ્‍ટ એવા મનહર શુક્‍લા સાથે સંબંધ હતા પરંતુ મનોહરે ચૂપચાપ ચોરી છૂપીથી 2018 માં પોતાના ગામ જઈ અન્‍યસ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા જેને લઈ બંને વચ્‍ચે બોલાચાલી થતી હતી.
2019 માં મનોહર અને તેની પત્‍ની નૈનાને તુંગારેશ્વર મંદિર લઈ ગયા હતા. જ્‍યાં તેનો મોબાઈલ લઈ ખોવાઈ ગયો હોવાનું જણાવ્‍યું હતું. અને મોટરસાયકલ પર પરત ફરતી વખતે મનહરની પત્‍નીએ પાછળ બેસેલ નૈનાને ચાલુ મોટર સાયકલે બાલ પકડી નીચે પાડી દઈ તેને ઘસડી ઈજાગ્રસ્‍ત કરી ખાડીમાં ફેંકી દઈ મોટો પથ્‍થર માથા પર મારી મારી નાખવાની કોશિશ કરી હતી.
આ અંગેનો કેસ નૈનાએ મુંબઈ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવતા મનહર શુક્‍લાની ધરપકડ પણ થઈ હતી પરંતુ એક મહિનાની સજા ભોગવ્‍યા બાદ તે જામીન પર છૂટી ગયો હતો. જામીન પર છુટયા બાદ મનોહર નૈનાનેકેસ પરત ખેંચી લેવા દબાણ કરતો હતો અને વારંવાર ધમકીઓ આપી બ્‍લેકમેલ પણ કરતો હતો પરંતુ નૈનાએ કેસ પરત ન ખેંચતા આખરે મનોહરે તેની પત્‍ની સાથે મળી નૈનાની હત્‍યા કરી તેની લાસ પારડીના બાલદા જીઆઈડીસી બુલેટ ટ્રેન બ્રિજની બાજુમાં નાખી દીધી હતી.
આ વાતને એક મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા યોગ્‍ય પગલાં ન લેવાતા મુંબઈ પોલીસની કામગીરી ખૂબ ધીમી હોવાનું નૈનાની બહેન જયાએ જણાવ્‍યું હતું અને સાથે સાથે ભારતમાં મહિલાનું સ્‍થાન પહેલા નંબર હોય વિદેશ જેવા કડક કાયદાઓ બનાવી તેનું અમલ થશે તો જ મહિલા સુરક્ષા રહેશે હોવાનું આક્રોશ ઠાલવ્‍યો હતો.

Related posts

દાદરા નગર હવેલી સ્‍વાસ્‍થ્‍ય વિભાગ અને વિવિધ સંસ્‍થાઓ દ્વારા નાના બાળકોને પોલિયોપીવડાવવામાં આવ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લાની 326 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 24 ગ્રામ પંચાયતો સમરસ બની

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા સદસ્‍યતા અભિયાનનો પ્રારંભઃ હજારો સભ્‍યોએ બાંધી ભાજપની કંઠી

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી.માં પ્રથમવાર વિદેશની તર્જ પર કોબલ સ્‍ટોન રસ્‍તા બનશે

vartmanpravah

વાપી નાસિક રોડ કાકડકોપર પાસે ઈકો અને એસ.ટી. વચ્‍ચે અકસ્‍માત : ઈકો અને બસના 33 મુસાફરો ઘાયલ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 12 થી 14 વર્ષની વયજુથના બાળકોને કોવિડ-19 રસીકરણનો શુભારંભ: પ્રથમ દિવસે સાંજના 4-30 વાગ્‍યા સુધીમાં 2858 બાળકોને રસી અપાઈ

vartmanpravah

Leave a Comment