July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુવિખ્‍યાત અભિનેતા, ડાયરેક્‍ટર અને પ્રોડ્‍યુસર, કૉમેડીના બેતાજ બાદશાહ સંજય ગોરડીયાએ કિડની કેર મેહતા હોસ્‍પિટલની મુલાકાત લીધી

ડાયાલીસીસની સુવિધાઓ તેમજ સંસ્‍થા દ્વારા થઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિઓથી અભિભૂત થયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: સુવિખ્‍યાત અભિનેતા, ડાયરેક્‍ટર અને પ્રોડ્‍યુસર, કૉમેડીના બેતાજ બાદશાહ શ્રી સંજય ગોરડીયાએ આજરોજ કિડની કેર મેહતા હોસ્‍પિટલની મુલાકાત લીધી. ડાયાલીસીસની સુવિધાઓ તેમજ સંસ્‍થા દ્વારા થઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિઓથી અભિભૂત થયા.
આજરોજ ઢળતી સાંજે ગુજરાતી તખ્‍તાના મશહુર અભિનેતા અને કોમેડીના બેતાજ બાદશાહ એવા શ્રી સંજય ગોરડીયાએ એમના નવા નાટક ‘‘બે અઢી ખીચડી કઢી”ની ટિમ સાથે હેલપિંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને મેહતાહોસ્‍પિટલ સંચાલિત કિડની કેર મેહતા હોસ્‍પિટલની મુલાકાત લીધી હતી. અતુલ ખાતે એમના નાટકના શો પહેલા આખી ટિમ પારડી ખાતે પહોંચી અને સંસ્‍થાની મુલાકાત લીધી હતી. હેલ્‍પિંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન ડો.પ્રફુલ મેહતા, વાઈસ ચેરમેન શરદ દેસાઈ, પ્રોગ્રામ કમિટી ચેરમેન પ્રીતેશ ભરુચા વગેરેએ સાંજ ગોરડીયા, સોનીલ દરૂ તેમજ અન્‍ય અભિનેતાઓ આવકાર્યા. ડો.પ્રફુલ મેહતા અને શરદ દેસાઈએ એમને સંસ્‍થાની કાર્યવાહી અને સેવાકીય પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા. હેલ્‍પિંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને મેહતા હોસ્‍પિટલ દ્વારા થઈ રહેલી આરોગ્‍યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓથી સમગ્ર ટિમ ભારે અભિભૂત થઈ અને સંસ્‍થાને શુભકામનાઓ પાઠવી હતી.

Related posts

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજની 160 તેજસ્‍વી પ્રતિભાવોનું કરાયું સન્‍માન

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ દિપક પ્રધાનનું સસ્‍પેન્‍શન પરત ખેંચાતા સંભાળેલો ફરી અખત્‍યાર

vartmanpravah

દાનહમાં ઉત્‍સાહભેર રક્ષાબંધનની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણમાં ટાઉન પ્‍લાનિંગના નકશા બદલીના 1200 કરોડના કૌભાંડનો સીબીઆઈએ કરેલો પર્દાફાશ

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ધો.10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

vartmanpravah

દાનહ કલેક્‍ટર કચેરી 1જાન્‍યુઆરી, 2023થી નવી બિલ્‍ડીંગમાં કાર્યરત થશે

vartmanpravah

Leave a Comment