Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ આરોગ્ય ખાતા દ્વારા ૧૦૮ સિટીઝન મોબાઈલ એપ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હવે ફોન કર્યા વગર પણ એપની મદદથી ૧૦૮ને ઘટના સ્થળ પર બોલાવી શકાશેઃ સીડીએચઓ

એપના ઉપયોગથી દર્દીને તાત્કાલિક સેવા આપી લાઈફ સેવિંગ કામગીરી કરી શકાશે
એપમાં ૭૦૦૦થી વધુ સરકારી-ખાનગી હોસ્પિટલોની સુવિધા અને અદ્યતન માહિતી ઉપલબ્ધ
લાભાર્થી પોતાના અનુભવ, સુચન કે અભિપ્રાય પણ આ એપમાં રેટિંગ થકી આપી શકાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: જીવન મરણના સંજોગોમાં અત્યંત ઉપયોગી ગણાતી ૧૦૮ ઈમરજન્સી સેવાનો લાભ વધુ સરળતાથી મેળવી શકાય તે માટે ૧૦૮ સિટીઝન મોબાઈલ એપ્લિકેશન ડેલવપ કરાઈ છે. જે એપ વલસાડ જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરે તે માટેનો અવેરનેસનો કાર્યક્રમ વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી આરોગ્ય ખાતાની કચેરીમાં યોજાયો હતો. આ એપ દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરે તે માટે અધિકારીઓ દ્વારા પીએચસી અને સીએચસીમાં દર શનિવારે મીટિંગ પણ કરાઈ રહી છે.
આ પ્રસંગે વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કે.પી.પટેલે એપની વિશેષતા અંગે જણાવ્યું કે, ૧૦૮ સિટીઝન મોબાઈલ એપ Android અને ios મોબાઈલમાં કાર્યાન્વિત કરાઈ છે. ફોન કોલ કર્યા સિવાય પણ લોકો આ એપમાં નજીકની ઉપલબ્ધ એમ્બ્યુલન્સને પસંદ કરી ઘટના સ્થળે બોલાવી શકે છે. કોલ કરનાર વ્યક્તિ અને ઘટના સ્થળ સહિતની સચોટ માહિતી ગુગલ-મેપમાં જીવંત ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં મળી જાય છે. જેથી સમયનો બચાવ થશે. ૧૦૮ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ઘટના સ્થળની માહિતી જે તે લોકેશનની એમ્બ્યુલન્સને આપવામાં સમય વ્યતિત નહિ થવાથી દર્દી સુધી ઝડપથી એમ્બ્યુલન્સ પહોંચી તાત્કાલિક સેવા આપી લાઈફ સેવિંગની કામગીરી કરી શકાશે.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિપુલ ગામિતે જણાવ્યું કે, ૧૦૮ સિટીઝન મોબાઈલ એપમાં રાજ્યની ૭૦૦૦ કરતા પણ વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલો અને તેમાં ઉપલબ્ધ સુવિધા અને સ્પેશ્યાલિટીની અદ્યતન માહિતી ઉપલબ્ધ છે જે લોકો જાતે સર્ચ કરી નજીકની યોગ્ય હોસ્પિટલ પસંદ કરી શકશે. ખાસ કરીને પ્રસુતા માતા અને બાળક માટે ઉપલબ્ધ નિઃશુલ્ક સારવારની સેવા અને સુવિધા પૂરી પાડતી ૨૪ કલાક ડિલીવરી સેવા આપતી સરકારી, ખાનગી હોસ્પિટલો, SNCU હોસ્પિટલો, બાલ સખા હોસ્પિટલો, બ્લડ બેંક અને ઉપલબ્ધ બ્લડ ગ્રુપની માહિતી સરળતાથી મળશે. રાજ્યના કોઈ પણ ખૂણે નજીકની ઉપલબ્ધ સરકારી અને ખાનગી હોસ્પિટલોની માહિતી અને ઘટના સ્થળથી હોસ્પિટલ સુધી જવાનો રસ્તો પણ ગુગલ-મેપમાં નેવિગેટ દ્વારા આપમેળે મળશે. ઘટના સ્થળે આવતી એમ્બ્યુલન્સનો રૂટ મેપ, અંદાજીત સમય અને આવનાર એમ્બ્યુલન્સના કર્મચારીનો સંપર્ક નંબર પણ એપમાં મળશે, જેથી કોલ કરનારને અને દર્દીને સેવા માટે વધુ વિશ્વસનીયતા પ્રતિપાદિત થશે.
વલસાડ જિલ્લાના ગુણવત્તા નિયંત્રણ મેડિકલ ઓફિસર ડો. દિવ્યેશ પટેલે જણાવ્યું કે, ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના લાભાર્થીઓ સેવા વિશે પોતાના અનુભવ, સુચન કે અભિપ્રાય પણ આ એપમાં રેટિંગ થકી આપી શકાશે. ૧૦૮ સેવાના લાભાર્થી દ્વારા વિવિધ સમયે આ સેવાનો જેટલી વાર ઉપયોગ કર્યો હોય તે તમામ માહિતી એપ યુઝર પ્રોફાઈલમાં ઉપલબ્ધ રહેશે. ૧૦૮ મોબાઈલ એપ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય ભાષામાં છે. જેને ડાઉનલોડ કરવા https://play.google.com/store/apps/details?id=com.techm.citizeanappguj લીંક પર ક્લિક કરવું. આ કાર્યક્રમમાં આરોગ્ય અને આઈસીડીએસ વિભાગનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો.

Related posts

vartmanpravah

ભાજપ યુવા મોર્ચા દ્વારા ચેન્નઈમાં રાષ્ટ્રીય યુવા સંસદ યોજાઈ

vartmanpravah

વિદ્યાર્થીનીઓને મોડી રાત્રે અભદ્ર મેસેજ કરવાના મામલે સેલવાસ ખાતેના આકાશ બાયજૂસ ટયૂશન ક્‍લાસનાશિક્ષકની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

ધરમપુરના ગુદીયા ગામમાંથી એસ.ઓ.જી.એ 26400 ના મુદ્દામાલ સાથે વિસ્‍ફોટકોનો જત્‍થો ઝડપ્‍યો

vartmanpravah

ઉમરસાડી માંગેલાવડની પરણિતા બે બાળકો સાથે ગુમ

vartmanpravah

આજે સંઘપ્રદેશ તથા વાપી વિસ્‍તારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

vartmanpravah

Leave a Comment