Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ રખોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા સમય સમયે ફાયર સેફટીને ધ્‍યાનમાં રાખી પ્રદેશની વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓમાં ફાયર સેફટી જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ સંદર્ભે રખોલી અંગ્રેજી માધ્‍યમ હાઈસ્‍કૂલપરિસરમાં આજે ફાયર સેફટી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ફાયર ફાઈટર ટીમ, ફાયર અલાર્મ ટીમ, બચાવ ટીમ વગેરે જેવી વિવિધ સલામતિ અંગેની ટીમો બનાવીને આગ લાગવાની ઘટનામાં કેવી રીતે કામગીરી કરવામાં આવે એની સમજ વિદ્યાર્થીઓને મોકડ્રિલ યોજીને આપવામાં આવી હતી.
મોકડ્રિલમાં શાળા દ્વારા આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગને જાણ થતાં જ તેમની ટીમ ફાયર સ્‍ટેશનથી શાળામાં પહોંચી હતી. ફાયરની ટીમ ઘટના સ્‍થળે પહોંચીને આગ ઓલવવાનું કામ કર્યું હતું. સાથે જ આગમાં ફસાયેલા લોકોને બચાવવાનું, શાળામાંથી બહાર કાઢીને એસેમ્‍બલી સ્‍થળ સુધી લાવવાનું કાર્ય કરવામાં આવ્‍યું હતું અને ઈજાગ્રસ્‍તોને તાત્‍કાલિક ઈમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સના માધ્‍યમથી હોસ્‍પિટલમાં પહોંચાડીને સારવાર પણ આપવામાં આવી હતી. ફાયર વિભાગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળી ખૂબ સુંદર રીતે મોકડ્રિલને સફળ બનાવી હતી.
મોકડ્રિલનો ઉદ્દેશ્‍ય શાળામાં સંભવિત આગ લાગવાની ઘટનાઓ અને આપાતકાલીન પ્રતિક્રિયા-પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરવું તથા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જાગૃત કરવા અને તત્‍પરતાને પ્રોત્‍સાહન આપવાનો હતો.
આ અવસરે ફાયર વિભાગના અધિકારી શ્રી કાનજીભાઈ ટંડેલ, આસિસ્‍ટન્‍ટ ઓફિસર શ્રી પંકજ માહ્યાવંશી, શ્રી શૈલેષ પટેલ, શાળાના આચાર્ય શ્રીમતી અદિતિબેન પટેલ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીમાં આઈસીડીએસ શાખા દ્વારા સશક્‍ત અને કુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્‍વરોજગારી અંગે માર્ગદર્શન અપાયું

vartmanpravah

વલસાડમાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને મહાત્‍મા ગાંધીજીની 155મી જન્‍મ જયંતિએ સ્‍વચ્‍છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉમરગામ તાલુકાની સરકારી શાળાઓમાં ગુણવત્તા યુક્‍ત શિક્ષણ અને સુવિધાના અભાવથી વિદ્યાર્થીઓનીદયનીય હાલત

vartmanpravah

નવસારી જિલ્લામાં પશુપાલન ખાતાની ૧૫ ટીમો દ્વારા ૧૦૯ ગામોમાં સર્વે પૂર્ણ: અસરગ્રસ્ત ગામોમાં કુલ ૩૮૫૯ પશુઓને સારવાર આપી

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

પારડીની શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિગ શાળામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું કોવિડ-19નું રસીકરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment