Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ સુરંગી ગામે સનાતન કંપનીમાં કોપર વાયરની ચોરીના ૬ આરોપીઓની ધરપકડ

ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતાં ભેદ ઉકેલવા પોલીસને થયેલી સરળતા

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૦૬
દાનહ પોલીસ દ્વારા સુરંગી ગામે આવેલ સનાતન કંપનીમા ગત ૩૦મી ઓગસ્ટના રોજ બે અજાણ્યા વ્યક્તિઓ અંદર ઘુસી કોપર વાયરની ચોરી કરી રહ્ના હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જેના આધારે સનાતન કંપનીના જનરલ મેનેજર શ્રી સંદીપ સુખલાલ ગોટી રહેવાસી પાર્ક સીટી સેલવાસ જેઓઍ ખાનવેલ પોલીસ સ્ટેશનમાં કંપનીના સ્ટોર રુમમાંથી અંદાજીત ઍક લાખ રૂપિયાનો કોપર વાયર ચોરાયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.આ સાથે સીસીટીવીના ફુટેજ પણ આપ્યા હતા. જેના આધારે પોલીસે આઇપીસી ૩૮૦, ૪૫૭, ૩૪ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
સીસીટીવીમાં જે બે વ્યક્તિઓ જોવા મળેલ તેઓમાં (૧)નવીન શ્રવણ ઢંગડા રહેવાસી સાવરપાડા સુરંગી, (૨) વિશાલ કુર્શન દાવરીયા રહેવાસી ચીખલી તેમની પૂછપરછ કરતા તેઓ સાથે બીજા બે વ્યક્તિ મુકેશ શ્રવણ ઢંગડા અને સંતોષ ઉર્ફે ચટાઈ અરવિંદ ઢંગડા સાથે મનીષ કિશોર પટેલ રહેવાસી સાવરપાડા સુરંગી જેઓ પણ આ ચોરીમા સામેલ હોવાનું જણાવ્યુ હતુ. આ ત્રણ આરોપીઓ કંપની પરિસરની સાઈડ પર દીવાલની બાજુમાં રાહ જોઈને ઉભા હતા. બાદમા ૪૩ કિલો કોપર કેબલને ફોરેસ્ટની જગ્યા પર સળગાવી દીધા હતા. આ સાથે બીજા કેબલને ખડોલી ગામના ભંગારનો ધંધો કરનાર લાલજી રામપ્રિત ચૌધરી હાલ રહેવાસી ખડોલી નવાપાડા મુળ રહેવાસી સિદ્ધાર્થ નગર યુપી. જેઓને કોપર વેચવામા આવ્યો હતો.
ચોરી કરનાર પાંચ આરોપી સાથે માલ ખરીદનાર મળી કુલ છ આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો હતો. આરોપીઓને કોર્ટમા રજૂ કરતા બે દિવસના પોલીસ કસ્ટડી આપવામા આવ્યા હતા.આ કેસની વધુ તપાસ ખાનવેલ પોલીસ કરી રહી છે.

Related posts

દમણમાં આજે વિશ્વ મત્‍સ્‍યપાલન દિવસની થનારી ઉજવણી : સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં કાર્યક્રમ

vartmanpravah

પટલારામાં સરપંચ હંસાબેન ધોડીના નેતૃત્‍વમાં કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

જિલ્લા મહિલા સશક્‍તિકરણ કેન્‍દ્ર, દાનહ દ્વારા સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

vartmanpravah

પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ લાભો જાહેર કરવા માટેના પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્‍યક્ષતામાં દાનહના સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં વિશાળ લાભાર્થી જનસભા યોજાઈ : પ્રધાનમંત્રી મોદીની ગેરંટી એટલે કામ 100 ટકા પૂર્ણ કરવાનું વચનઃ અમિતભાઈ શાહ

vartmanpravah

Leave a Comment