March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે ઉપર ડ્રાઈવરને ઝોકું આવી જતા લક્‍ઝરી બસ પલટી મારી ગઈ : બે મુસાફરના મોત, છ ઘાયલ

લક્‍ઝરી બસ રાજસ્‍થાન ભીલવાડાથી મુંબઈ જતી હતી : છરવાડા રોડ નજીક પેટ્રોલ પમ્‍પ પાસે સર્જાયેલો અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી નેશનલ હાઈવે ઉપર આજે મંગળવારે મળસ્‍કે ડ્રાઈવરને ઝોકું આવી જતા અચાનક લક્‍ઝરી બસ પલટી મારી જતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં બે મુસાફરોના ઘટના સ્‍થળે મોત નિપજ્‍યા હતા. જ્‍યારે અન્‍ય છ મુસાફરો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે નજીકની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.
અકસ્‍માતની પ્રાપ્ત વિગતો મુજબ લક્‍ઝરી બસ નં.એઆરઓ 1ટી 2189 રાજસ્‍થાન ભીલવાડા થી મુસાફરો ભરીને મુંબઈ જવા માટે નિકળી હતી. આજે મંગળવારે મળસ્‍કે 3 થી 4 વાગ્‍યાના સુમારે લક્‍ઝરી બસ ચાલકને ઝોકું આવી જતા હાઈવે છરવાડા રોડ પાસે આવેલ ઈન્‍ડિયન પેટ્રોલ પમ્‍પની સામે લક્‍ઝરી બસ પલટી મારી ગઈહતી. મીઠી નિંદર માણી રહેલા મુસાફરોએ ચીસાચીસ કરી મુકી હતી. ગમખ્‍વાર અકસ્‍માતમાં એક પુરુષ અને એક મહિલા મુસાફરનું ઘટના સ્‍તળે કમકમાટી ભર્યું મોત નિપજ્‍યું હતું. જ્‍યારે અન્‍ય છ ઘાયલ મુસાફરોને નજીકની હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. ઘટનાની જાણ થતા ટાઉન તથા જીઆઈડીસી પોલીસ અધિકારીઓ અને ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે દોડી આવી આગળની તજવીજ હાથ ધરીહ તી. પોલીસે ભોગ બનનાર મુસાફરોની ઓળખ માટે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

પ્રદેશ ભાજપના સેલવાસ જિલ્લા ગ્રામીણ બૂથ સશક્‍તિકરણ અભિયાનના કાર્યનો આરંભ

vartmanpravah

દાદરા ગ્રામ પંચાયતમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah

G20 અંતર્ગત બ્‍લોક રિસોર્સ સેન્‍ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે દમણમાં વૃક્ષારોપણ સાથે સમુદ્ર કિનારાની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

કપરાડાના સુખાલા ગામમાં ચૂંટણી પૂર્વેની રાતે કરીયાણાની દુકાનમાંઆગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

મોદી સરકારના શાસનમાં રાજભાષા હિંદીને મળી રહેલું સર્વોચ્‍ચ ગૌરવ સંસદીય રાજભાષા સમિતિના સભ્‍યોએ દમણની બે દિવસીય લીધેલી મુલાકાતઃ વિવિધ કાર્યાલયોની કરેલી સમીક્ષા

vartmanpravah

Leave a Comment