Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા ગ્રામ પંચાયતમાં યોજાયેલી ગ્રામસભા

નાણાંકીય વર્ષ 2023-’24ના એક્‍શન પ્‍લાન બાબતે કરેલી ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.01 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામમાં ‘સબકી યોજના, સબકા વિકાસ’ના મુદ્દાને સાર્થક કરવા અને ગ્રામ પંચાયતની જન વિકાસ યોજના સંદર્ભે સરપંચ શ્રીમતી સુમિત્રાબેન પટેલની અધ્‍યક્ષતામાં આજે એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગ્રામ પંચાયતના વિકાસની વિવિધ યોજનાઓ અને મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
ગ્રામસભામાં સરકારની વિવિધ યોજનાઓ અંગે અલગ અલગ વિભાગના અધિકારીઓ દ્વારા લોકોને જાણકારી આપવામાં આવી હતી. સાથે નાણાંકીય વર્ષ 2023-’24 માટે એક્‍શન પ્‍લાન બનાવવા માટે લેવામાં આવનાર વિકાસકામોની યોજનાઓ અંગે ગ્રામસભામાં ઠરાવની મંજૂરી મેળવી હતી. આ અવસરે આસિસ્‍ટન્‍ટ ડી.પી.ઓ. શ્રી મિતેષ પાઠક, વિભાગના જિ.પ. સભ્‍ય શ્રીમતી વૈશાલીબેન, ડેપ્‍યુટી સરપંચ શ્રી કમલેશભાઈ દેસાઈ સહિત પંચાયતના સભ્‍યો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

ઉમરગામ શિવ શક્‍તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્‍ટે 22 અસહાય દીકરીઓનું કરેલું કન્‍યાદાન

vartmanpravah

દીવ ખાતે ચાર દિવસીય ઈ-ટીચર ટ્રેનિંગ સંપન્ન

vartmanpravah

તાલુકા કક્ષાનો 73 મો વનમહોત્‍સ.વ રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇના હસ્‍તો પારડી તાલુકાના ઉમરસાડીની જે. વી. બી. એસ હાઇસ્‍કૂ લ ખાતે યોજાયો

vartmanpravah

વાપી ફેલોશીપ મિશન સ્‍કૂલમાં ટીચર લર્નિંગ ડેવલપમેન્‍ટ વર્કશોપ યોજાયો

vartmanpravah

મધ્‍યપ્રદેશથી દીવ આવેલા વૃદ્ધ પર્યટકનું હૃદયરોગના હૂમલામાં મોત

vartmanpravah

Leave a Comment