January 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

કપરાડાના સુખાલા ગામમાં ચૂંટણી પૂર્વેની રાતે કરીયાણાની દુકાનમાંઆગ લાગતા મચેલી દોડધામ

આગ લાગવાનું કારણ ચૂંટણી અદાવત હોવાનું ચર્ચામાં

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19
કપરાડાના તાલુકાના સુખાલા ગામે શનિવારે રાત્રે એક દુકાનમાં આગ લાગતા દુકાનનો તમામ સરસામાન બળીને રાખ થઈ જવા પામ્‍યો હતો. મધરાતે લાગેલી આગને લઈને ગામમાં દોડધામ મચી જવા પામી હતી.
કપરાડાના તાલુકાના સુખાલા ગામે શનિવારે મધરાતે અનાજ કિરિયાણાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આગમાં દુકાનનો તમામ સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જો કે દુકાન બંધ હોવાથી અન્‍ય જાન હાની થવા પામી નહોતી. રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાથી ગામમાં ચર્ચાઓ એવી પણ ચાલી રહી હતી કે ચૂંટણી અદાવતમાં કોઈ ઈસમોએ દુકાનમાં આગ લગાડી હશે. કારણ જે હોય તે પણ ઘટના સ્‍થળે ફાયર બ્રિગેડ આવ્‍યા બાદ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ કરી લેવાયો હતો.

Related posts

ચીખલીમાં મુખ્‍ય માર્ગ સ્‍થિત માર્જિનમાં આવેલા ધાર્મિક સ્‍થળો ખસેડવા પ્રાંત અધિકારી દ્વારા સ્‍થળ નિરીક્ષણ કરાયું

vartmanpravah

દાનહના ખાનવેલ રેસ્‍ટ હાઉસમાં આયોજીત દિવાળી સ્‍નેહ મિલન સમારંભમાં દાનહના થયેલા સર્વાંગી વિકાસથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલે બતાવેલી સંતુષ્‍ટિ

vartmanpravah

સ્‍ટેજ ફીઅર દૂર કરવા માટે વલસાડમાં નવરંગ મેગા ટેલેન્‍ટ શો યોજાયોઃ 110 લોકોએ પ્રતિભાના દર્શન કરાવ્‍યા

vartmanpravah

ચીખલીના કુકેરી ગામની સેવા સહકારી મંડળીમાં વ્‍યવસ્‍થાપક કમિટિના સભ્‍યોની યોજાયેલી ચૂંટણીમાં સહકાર પેનલના તમામ ડિરેક્‍ટરોનો વિજય

vartmanpravah

વલસાડના કચીગામે બાથરૂમમાં દિપડો ભરાયો: પિતા-પૂત્રને ઘાયલ કર્યા, ગામ ભયભીત બન્‍યું

vartmanpravah

ખતલવાડમાં બનવા પામેલી ચેઈન સ્‍નેચિંગની ઘટના

vartmanpravah

Leave a Comment