Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મરલા-ગામથાણા ખાતે તા.૧ થી ૭ મી એપ્રિલ શ્રીમદ ભાગવત કથા યોજાશે

તા.૪-૪-૨૩ની રાત્રે સંકટમોચન હનુમાનજીનો ચોથો પાટોત્સવ નિમિત્તે લોકડાયરો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: શ્રી નવચેતન યુવકમંડળ મરલા,દેસાઇ ફળિયા દ્વારા આયોજિત સર્વે જીવાત્માના કલ્યાણાર્થે તથા સર્વે પિતૃઓના મોક્ષાર્થે વૃન્દાવન ધામ, મરલા-ગામથાણા ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે. ખારવેલવાળા પૂ. શ્રી ધર્મેશદાદા શાસ્ત્રીજીની મધુર વાણીમાં સંગીતમય શૈલીથી કથાનું રસપાન કરાવશે. આ કથાનો પ્રારંભ તા.૧/૪/૨૦૨૩ને શનિવારના રોજ કરાશે. કથાનો સમય સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ વાગ્યા સુધીનો રહેશે. આ કથાનું દીપ પ્રાગટ્ય દાદલીયા મઠ, ચાંદોદના પ.પૂ. સ્વામીશ્રી કૈલાસપુરીજી મહારાજ તેમજ ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઇ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે. આ કથાના મુખ્ય યજમાન તરીકે અંબરીશભાઇ જી. ઇંટવાલા અને અમીષાબેન અંબરીશભાઇ ઇંટવાળા ઉપસ્થિત રહેશે. કથા દરમિયાન દરરોજ બપોરે ૧-૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન પણ કરાયું છે.
શ્રીમદ ભાગવત કથાનું મંગલાચરણ તા.૧/૪/૨૦૨૩ના રોજ થશે, જ્યારે તા.૨/૪/૨૩ના રોજ વિદુરચરિત્ર, તા.૩/૪/૨૩ના રોજ નૃસિંહ પ્રાગટ્ય, તા.૪/૪/૨૩ના રોજ કૃષ્ણ-રામ જન્મોત્સવ, તા.૫/૪/૨૩ના રોજ ગોવર્ધન પૂજા, તા.૬/૪/૨૩ના રોજ રુક્ષ્મણી વિવાહ અને તા.૭/૪/૨૩ના રોજ સુદામા ચરિત્રનું વર્ણન કર્યા બાદ કથાને વિરામ અપાશે.તા.૧/૪/૨૩ના રોજ રમેશભાઇ ટંડેલ, તા.૩/૪/૨૩ના રોજ બળદેવભાઇ ટંડેલ, તા.૫/૪/૨૩ના રોજ જગદીશાનંદજી તેમજ તા.૭/૪/૨૩ના રોજ રામચંદ્રભાઇનો સત્સંગ કાર્યક્રમ રાત્રિના ૮-૩૦ થી ૧૧-૦૦ દરમિયાન યોજાશે. તા.૪-૪-૨૩ના રોજ સંકટમોચન હનુમાનજીનો ચોથો પાટોત્સવ નિમિત્તે રાત્રે ૯-૦૦ કલાકે લોકડાયરાનો કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે. જેમાં ગાયક નિલ અને કુંજલ, બેંજોવાદક જય, તબલાવાદક આનંદ તેમજ મંજીરાના માણીગર સુનિલ ભજનોની રમઝટ બોલાવશે. સાઉન્ડ અને સંગીતની સેવા સુખેશના કલ્પેશભાઇ તરફથી આપવામાં આવશે.
આ કથા પૂર્વે ધજારોહણ તા.૨૬/૩/૨૦૨૩ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે કથાસ્થળના પટાંગણમાં કરાશે. જ્યારે પોથીયાત્રા તા.૧/૪/૨૦૨૩ના રોજ સવારે ૮-૩૦ કલાકે શૈલેષભાઇ બાલુભાઇ પટેલ અને ટીનાબેન શૈલેષભાઇ પટેલના ઘરેથી નીકળી કથા સ્થળે પહોંચશે. આ કથામાં ઉપસ્થિત રહી કથાગંગામાં રસપાન કરવા યુવક મંડળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related posts

પોતાનો રસ્‍તો શોધવા માહિર હોવા છતાં જિ.પં. પ્રમુખ તરીકે નવિનભાઈ પટેલ માટે રાહ આસાન નહીં રહે

vartmanpravah

નવસારી-વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં રૂા.૧૨૯૮.૮૨/- લાખના ખર્ચે નિર્મિત ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ કરતાં નવસારી સાંસદ સી.આર.પાટીલ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જહાજ, બંદરો અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવમાં ‘બિચ ગેમ્‍સ-2024’નો શાનદાર પ્રારંભ

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા-દીવના વિદ્યાર્થીએ દર્શાવેલી પ્રમાણિકતા

vartmanpravah

દાનહના લુહારી ગામનો માર્ગ અતિ બિસ્‍મારઃ ઔદ્યોગિક એકમોના માલિકો તથા આમજનતામાં ભારે આક્રોશ

vartmanpravah

Leave a Comment