Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

ડીઆઈએના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના અધ્‍યક્ષ શ્રી પવન અગ્રવાલ અને પૂર્વ અધ્‍યક્ષ શ્રી રમેશ કુંદનાનીના નેતૃત્‍વમાં શનિવારે સંઘપ્રદેશનાપ્રશાસકશ્રી સાથે ઔદ્યોગિક સંગઠનના પ્રતિનિધિઓએ એક શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લેનારા પ્રતિનિધિ મંડળમાં ડીઆઈએના પ્રમુખ શ્રી પવન અગ્રવાલ, પૂર્વ પ્રમુખ શ્રી રમેશ કુંદનાની સહિત ઉપ પ્રમુખ શ્રી શરદ પુરોહિત, કોષાધ્‍યક્ષ શ્રી આર.કે.શુક્‍લા, વરિષ્‍ઠ સભ્‍ય શ્રી પી.કે.સિંઘ, કારોબારી સભ્‍ય શ્રી ટીલ્લુભાઈનો સમાવેશ થાય છે. ડીઆઈએના પ્રતિનિધિ મંડળે ઉદ્યોગ હિતો અને સંઘપ્રદેશના થયેલા અભૂતપૂર્વ વિકાસ માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર પણ પ્રગટ કર્યો હતો. આ તબક્કે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ અને નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત પણ ઉપસ્‍થિત હતા તેમનું પણ ડીઆઈએ પ્રતિનિધિઓએ અભિવાદન કર્યું હતું.

Related posts

દમણ જિલ્લાના કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલે સાંસદ ઉમેશભાઈ પટેલની કથની અને કરણીનો કરેલો ભંડાફોડ

vartmanpravah

વર્ષોની પરંપરા જાળવી રાખી ફરી એક વખત પારડી વકીલ મંડળના પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલની બિનહરીફ વરણી

vartmanpravah

કપરાડા તાલુકાના અંતરીયાળ વિસ્‍તારમાં Y20 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ જિ.પં.માં અધ્‍યક્ષની પસંદગી માટે ‘હાઈકમાન્‍ડ’ ઉપર મંડાતી મીટઃ પરંપરા અનુસરે કે પછી…?

vartmanpravah

વાપી ચાણસ્‍માની નવી બસ ફાળવણી કરાઈ : ધારાસભ્‍ય પાટકરે લીલીઝંડી બતાવી

vartmanpravah

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલએ સુરતમાં ટેટ ટાટ ઉમેદવારોની કાયમી ભરતી માટે રેલી કાઢી આવેદન આપ્‍યું

vartmanpravah

Leave a Comment