જિ.પં. પ્રમુખે વિવિધ સમસ્યાના નિરાકરણ માટે આપેલું આશ્વાસનઃ મસાટ વિભાગના જિ.પં. સભ્ય રેખાબેન પટેલ, ભાજપ મંડળ અધ્યક્ષ અશ્વિન પટેલ અને મહામંત્રી પ્રફુલ પટેલ સહિત કાર્યકરોની રહેલી ઉપસ્થિતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : દાદરા નગર હવેલીના મસાટ ગ્રામ પંચાયતની વિવિધ સમસ્યાઓથી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભવરને જિલ્લા પંચાયતનાસભ્ય શ્રીમતી રેખાબેન પટેલ અને ભાજપ મંડળ પ્રમુખ શ્રી અશ્વિન પટેલ તથા મહામંત્રી શ્રી પ્રફુલ પટેલે રૂબરૂ કરાવ્યા હતા.
મસાટ ગ્રામ પંચાયત વિસ્તારના નિરીક્ષણ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભવરને પંચાયત વિસ્તારની જર્જરિત સડકો, પાણી તથા લાઈટની સમસ્યાથી અવગત કરાયા હતા. કૂડાચા ગામની પાણીની સમસ્યાથી પણ માહિતગાર કરાયા હતા.
દાનહ જિ.પં. અધ્યક્ષ શ્રી નિશા ભવરે તાત્કાલિક સંબંધિત અધિકારીઓને મોકલી લોકોની સમસ્યા દૂર કરવાનું આશ્વાસન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન પૂર્વ પંચાયત સભ્ય શ્રી ધીરૂભાઈ પટેલ, શ્રી નૈનેશ પટેલ, શ્રી જશુભાઈ પટેલ, શ્રી નરસિંહ પટેલ, શ્રી રૂપેશ પટેલ, શ્રી જીતેન્દ્ર પટેલ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.