(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.26: દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અધ્યક્ષ શ્રી પવન અગ્રવાલ અને પૂર્વ અધ્યક્ષ શ્રી રમેશ કુંદનાનીના નેતૃત્વમાં શનિવારે સંઘપ્રદેશનાપ્રશાસકશ્રી સાથે ઔદ્યોગિક સંગઠનના પ્રતિનિધિઓએ એક શુભેચ્છા મુલાકાત લીધી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લેનારા પ્રતિનિધિ મંડળમાં ડીઆઈએના પ્રમુખ શ્રી પવન અગ્રવાલ, પૂર્વ પ્રમુખ શ્રી રમેશ કુંદનાની સહિત ઉપ પ્રમુખ શ્રી શરદ પુરોહિત, કોષાધ્યક્ષ શ્રી આર.કે.શુક્લા, વરિષ્ઠ સભ્ય શ્રી પી.કે.સિંઘ, કારોબારી સભ્ય શ્રી ટીલ્લુભાઈનો સમાવેશ થાય છે. ડીઆઈએના પ્રતિનિધિ મંડળે ઉદ્યોગ હિતો અને સંઘપ્રદેશના થયેલા અભૂતપૂર્વ વિકાસ માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર પણ પ્રગટ કર્યો હતો. આ તબક્કે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ અને નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત પણ ઉપસ્થિત હતા તેમનું પણ ડીઆઈએ પ્રતિનિધિઓએ અભિવાદન કર્યું હતું.