September 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘9 વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ ચિત્ર પ્રદર્શનથી લોકોને મળી વિવિધ લાભદાયી જાણકારીઃ પ્રાચાર્ય ડૉ. યોગેશભાઈ પટેલ

કેન્‍દ્રીય સંચાર બ્‍યુરો દ્વારા આયોજિત ત્રણ દિવસીય પ્રદર્શનનું આજે સમાપન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.25: નવસારીમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે કેન્‍દ્રીય સંચાર બ્‍યૂરો દ્વારા કેન્‍દ્ર સરકારના ‘9 વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ની વિવિધ યોજનાઓની એક જ સ્‍થળેથી માહિતી આપવા માટે ત્રણ દિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ત્રણ દિવસ દરમિયાન અનેક લોકોએ આ પ્રદર્શન નિહાળ્‍યું અને ઉપયોગી માહિતી વિશે સવિસ્‍તાર માહિતી મેળવી હતી.
આ ચિત્ર પ્રદર્શનનું તા.25મી ના રોજ જિલ્લા કલેક્‍ટર શ્રી અમિત પ્રકાશ યાદવના હસ્‍તે પ્રારંભ કરવામાં આવ્‍યું હતું. ત્રણ દિવસીય પ્રદર્શનમાં બીજા દિવસે વિવિધ શાળાઓના બાળકો અને તેમના વાલીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. કવિ નર્મદની જન્‍મજયંતી અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં તાલીમાર્થીઓ દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમનું આયોજન કરવામાંઆવ્‍યું હતું. જેમાં કવિતા વાચન, નળત્‍ય, લોકગીત અને કવિ નર્મદના જીવન-કવન વિશે જણાવવામાં આવ્‍યું હતું.
જ્‍યારે ત્રીજા દિવસે સમાપન સમારંભના અઘ્‍યક્ષ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડૉ. યોગેશ પટેલે જણાવ્‍યું હતું કે આ પ્રદર્શનથી લોકોને જરૂરી માહિતી સરળતાથી મળી છે. જેનો લાભ એમને લેવો જોઈએ. આવા કાર્યક્રમોનું વારંવાર આયોજન થવું જોઈએ.
કાર્યક્રમના મુખ્‍ય અતિથિ સહાયક માહિતી અધિકારી શ્રી યજ્ઞેશ ગોસાઈએ જણાવ્‍યું હતું કે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવાનો મુખ્‍ય હેતુ તેને લોકો સુધી પહોંચાડવાનો હોય છે. આ પ્રદર્શન દ્વારા લોકોએ માહિતી મેળવી તેનો યોગ્‍ય લાભ લેવો જોઈએ.
સમાપન સમારંભમાં ઉપસ્‍થિત અતિથિઓ દ્વારા પ્રદર્શનમાં સહયોગી બનવા બદલ વિવિધ વિભાગ જેમ કે નશાબંધી ખાતુ, સંકલિત બાલવિકાસ સેવાઓ, વાસ્‍મો, જિલ્લા ગ્રામિણ વિકાસ એજન્‍સી અને પોસ્‍ટ વિભાગના સ્‍ટોલ સંચાલકોને સન્‍માન ચિન્‍હ પ્રદાન કરવામાં આવ્‍યા હતા. તેમજ ત્રણેય દિવસ પ્રદર્શનની મુલાકાત કરનારાને કાપડની થેલી ભેટમાં આપી પ્‍લાસ્‍ટિકનો શકય એટલો ઉપયોગ ટાળવા સમજાવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં માહિતી વિભાગના સિનિયર સબ એડિટર શ્રી રાજભાઈ જેઠવા, ઝત્‍ચ્‍વ્‍ના અધ્‍યાપકો અનેતાલીમાર્થીઓ સહિતના લોકો ઉપસ્‍થિત રહ્યા હતાં. આ પ્રદર્શનને સફળ બનાવવા ક્ષેત્રિય પ્રચાર અઘિકારી ઈન્‍દ્રવદનસિંહ ઝાલા અને શ્રી રોશનભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી.

Related posts

વિલ્સન હિલ ખાતે એડવેન્ચર રસિકો માટે વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓની શરૂઆત કરાઈ

vartmanpravah

દાનહની શ્રીમતી દેવકીબા કોલેજના વનસ્‍પતિ વિભાગના વિદ્યાર્થીઓએ કર્યું હર્બલ હોળી રંગ ક્રોમેટિકાનું ઉત્‍પાદન

vartmanpravah

દાદરા નગર હવેલી: ભૂતકાળ ભૂલીને ચાલવા કાર્યકરોને અભિનવ ડેલકરે કરેલું આહ્‌વાન

vartmanpravah

દાનહના સામરવરણીની ગાર્ડનસીટીમાં ગુડી પડવાની કરાયેલી ઉજવણી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સામરવરણીના ગાર્ડન સીટી સોસાયટીમાં રહેતા મહારાષ્‍ટ્રીયન સમાજના લોકો દ્વારા સામુહિક રીતે ગુડી પડવા ઉત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મરાઠી સમાજના પારંપરિક વેષમાં ગુડી પડવાની પુજા કર્યા બાદ એકબીજાને હિન્‍દુ નવા વર્ષની શુભેચ્‍છા આપવામાં આવી હતી. આ અવસરે દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભાવર, સોસાયટીના પ્રમુખ શ્રી બાબુ ડેરે સહિત મહારાષ્ટ્રીયન સમાજના લોકો ઉપસ્‍થિત રહી એકબીજાને ગુડી પડવાની શુભેચ્‍છાઓ પાઠવી હતી.

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ યુવા પાંખના પ્રમુખ તરીકે કુંજલબેન પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

ઓરવાડ હાઈવે ઉપરથી સેન્‍ટીંગ પતરાની આડમાં ટેમ્‍પામાં ભરેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

Leave a Comment