September 8, 2026
Vartman Pravah
ગુજરાતપારડીવલસાડવાપી

વાપીમાં ઈન્‍ટરનેશનલ ફૂડ કંપની (ઝોમેટો)ના ડિલેવરી કર્મચારીઓની વિજળીક હડતાલ

ઓનલાઈન ડિલેવરી ઠપ : પેટ્રોલ એલાઉન્‍સમાં કંપની કર્મચારીઓનું શોષણ કરી રહી હોવાનો આક્ષેપ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27 : સ્‍વાદનો શોખ ગણો કે ક્રેજ ગણો છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન ફૂડ સપ્‍લાય કરતી અનેક કંપનીઓ ફૂટી નિકળી છે. તેવી પ્રમુખ ઈન્‍ટરનેશનલ ફૂડ કંપની ઝેમેટોનું ઓનલાઈન ફૂડ સપ્‍લાયની કામગીરી પ્રમાણમાં વાપી વિસ્‍તારમાં વધારે જોવા મળી રહી છે પરંતુ છેલ્લા 48 કલાકથી આ ચેઈન ખોરંભે પડી છે. ઝોમેટો કંપનીના કર્મચારીઓએ તેમની માંગ માટે વિજળીક હડતાલ પાડી દીધી છે તેથી ઝોમેટોની ઓનલાઈન ડિલેવરી ઠપ્‍પ થઈ ચૂકી છે.
વાપી સહિત દેશભરમાં ઝોમેટો કંપની તેના મેનુ મુજબ ઓનલાઈન ફૂડ ડિલેવરીમાં કાર્યરત છે પરંતુ વાપી ઝોમેટોના કર્મચારીઓ છેલ્લા બે દિવસથી હડતાલ પર છે. કર્મચારીઓની ડિલેવરી પેટ્રોલ એનાઉન્‍સ વધારવાની માંગ કરી છે. સવાર-સાંજ રાત્રે કંપની અલગ અલગ એનાઉન્‍સ ચુકવે છે. કર્મચારીઓની માંગ છે કે કિલોમીટર 10 રૂા. મળવા જોઈએ. પેટ્રોલના ભાવો વધુ હોવાથી પોષાતું નથી. ક્‍યારેક ડિલેવરી સાત-આઠ કિ.મી.થી વધુ હોય તો પણ રેટ વધારાતો નથી. કંપની અત્‍યારે સવારે ઉચ્‍ચક 28 રૂા., સાંજે 20 રૂા. અને રાત્રે 32 રૂા.નો પેટ્રોલ એલાઉન્‍સ ચુકવે છે તેથી અમારુ શોષણ થઈ રહ્યું છે. કર્મચારીઓ જણાવી રહ્યા છે કે, અમારી માંગણી સંતોષાય નહીં તો હડતાલ ચાલુ રહેશે.

Related posts

પારડીની એન.કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં જ્ઞાન સપ્તાહની શરૂઆત

vartmanpravah

વલસાડના પાલણ ગામે ડમ્‍પર ચાલકે સાગમટે સાત થાંભલા તોડી નાખ્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં હથિયારબંધી

vartmanpravah

વલસાડ, પારડી અને ધરમપુર પાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પુરી : વહિવટદાર પાસે સુકાન રહેશે

vartmanpravah

તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર

vartmanpravah

‘‘પરીક્ષા પે ચર્ચા”માં ભાગ લેનાર શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 38 શિક્ષકો અને 7 વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીએ પત્ર લખી દેશની પ્રગતિ માટેનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો

vartmanpravah

Leave a Comment