Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 55 ઈંચ અને સૌથી ઓછો પારડીમાં 45 ઈંચ

એક જ મહિનામાં જિલ્લામાં સિઝનનો અડધો વરસાદ પડી ચૂક્‍યો :
હજુ ત્રણ મહિના બાકી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડ જિલ્લામાં સતત મેઘરાજાની અવિરત મહેર ચાલું છે. જો કે આમ તો આ વર્ષે ચોમાસાએ પ્રારંભથી જ સિઝનનો અડધા ઉપરાંત વરસાદ પડી ચૂક્‍યો છે.
વલસાડ જિલ્લામાં વર્તમાન ચોમાસામાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 55 ઈંચ વરસ્‍યો છે જ્‍યારે બીજા ક્રમે વાપી તાલુકામાં 54 ઈંચ તે પ્રમાણે વલસાડ તાલુકામાં 45.5 ઈંચ, પારડી તાલુકામાં 45.5 ઈંચ, ઉમરગામ તાલુકામાં 48 ઈંચ તેમજ ધરમપુર તાલુકામાં 50 ઈંચ વરસાદ પડી ચૂક્‍યો છે. જો કે વરસાદ વાવણી લાયક અને રોપણી લાયક થઈ ગયો હોવાથી ખેડૂતોએ વાવણી-રોપણી આરંભી દીધી છે. મેઘરાજાની પ્રારંભિક જોરદાર બેટીંગ જોતા આ વર્ષે ભૂતકાળના તમામ સ્‍કોર વટાવી જાયુ તેવું જણાઈ રહ્યું છે. આ વર્ષનો વરસાદ ટુંકા ગાળામાં એક સાથે વધુ પડતા નદીઓમાં પુર, કોઝવે ઓવરફલો અનેક વિસ્‍તારના રસ્‍તા બંધ થઈ જતા વરસાદે પારાવાર મુશ્‍કેલીઓની પણ ભેટ આપી છે. હજુ ચોમાસાના ત્રણ મહિના કાઢવાના છે તેથી વધુ વરસાદ પડશેતેવો વરતારો જણાઈ આવે છે.

Related posts

વાપીની શ્રી રાજ રાજેશ્વરી વિદ્યા મંદિર શાળાનું ગૌરવ

vartmanpravah

દાનહ-બોન્‍તાના શનિ મંદિરમાં શનિ અમાવાસ્‍યાએ મોટી સંખ્‍યામાં ભક્‍તોએ કરેલું પૂજન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકાના કર્મચારીઓને ચીફ ઓફિસર સંગ્રામ શિંદેઍ લેવડાવેલા સંકલ્પ

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ સ્‍થળો પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” અંતર્ગત સફાઈ અભિયાન હાથધરાયું

vartmanpravah

દાનહઃ ખેરડી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

નવયુગ ગ્રુપ દમણ રાણા શેરીના રહેવાસીઓએ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલના જન્‍મદિવસની કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment