Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

વાઘછીપાના વકીલ પર એટ્રોસીટીની ફરિયાદ નોંધાતા ચકચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.24
વાઘછીપા ખાતે તારીખ 17-01-2020ના રોજ રસ્‍તામાં પાણી છોડવા બાબતે મારામારી થતા વ્‍યવસાયે વકીલ એવા અમિતભાઈ ઠાકોરભાઈ પટેલે ત્રણ જેટલા વ્‍યક્‍તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી અને સમગ્ર પારડી વકીલ મંડળ એક થઈ આ ત્રણેય વ્‍યક્‍તિ સામે કોઈએ પણ કેસ નહી લડવાનો ઠરાવ પણ કરવામાં આવ્‍યા હતો. પરંતુ વાઘછીપાના જ રેખાબેન રસિકભાઈ ઢોળીયા પટેલે ગઈકાલે વકીલ અમિત સામે એક્રોસીટીની ફરિયાદ નોંધાવતા આ મારામારીના કેસમાં એક નવી જ હકીકત સામે આવી આ કેસમાં એક નવો જ વળાંક આવ્‍યો છે
રેખાબેને પોતાની ફરિયાદમાં અમિત વકીલ આજથી ત્રણ વર્ષ અગાઉ જ્‍યારે વાઘછીપામાં આવેલ સહકારી દૂધ મંડળીમાં પ્રમુખ તરીકે કાર્યરત હતા ત્‍યારે મારા નામ પર લોન લઈ મને ગાય ખરીદવા માટે જણાવ્‍યું હતું. પરંતુ ફરીયાદીએ ના કહેતા અને આ બાબતે પારડી પોલીસ સ્‍ટેશન ખાતે તેમના વિરોધ અરજી પણ કરવામાં આવતા આ ઝઘડાની અદાવત રાખી ગમે ત્‍યાં મારા છોકરા વિકીને ઉભા રાખી માર મારવાની ધમકી આપતો હતો.
તારીખ 17-1-2020ના રોજ રેખાબેનના ઘરની બાજુમાં અમિતની વાડી આવેલી હોય આ વાડીમાં તેઓ પોતાનાકૂતરાને લઈ આવ્‍યા હતા. વાડી નજીક જ રેખાબેનના કોઢારમાં તેમની સાસુમાને જોઈ કૂતરો ભસવા લાગતા સાસુ કાંતાબેન પડી ગયેલ અને એમના શરીરે છાણ લગતા તેઓ ધોવા માટે બાજુમાં આવેલ સરકારી હેન્‍ડપંપ પાસે ગયેલ આ દરમિયાન વકીલ અમિતે આ હેન્‍ડપંપ મેં બનાવેલ છે તમારા જેવા ધોળીયા-દુબરાઓ એ અહીં રસ્‍તામાં પાણી નાખવું નહીં એવું જાતિ વિશે જાહેરમાં ગાળાગાળી કરતા છોકરો વિકી અને સાસુ કાંતાબેન એમને સમજાવવા ગયેલા અને ઝઘડો થતા અમિતે વીકીને ગળામાં પકડતા વિકીની ચેન તૂટી ગયેલ અને અમિતને ધક્કો લાગતા તેઓ નીચે પડી જતા ઈંટના ટુકડા માથામાં વાગતા લોહી નીકળેલ.
આ દરમ્‍યાન રેખાબેનની છોકરી પાયલ અને જમાઈ કિરણ આવી પહોંચતા અમિતે પ્રેગનેંટ પાયલને પણ જમણા હાથની આંગળીમાં કરડેલ અને ઝઘડો વધે તે પહેલા ફળિયાના 10 થી 15 વ્‍યક્‍તિઓ આવી જતા વધુ મારામારીથી છોડાવ્‍યા હતા. મારા છોકરો, જમાઈ વિગેરે હાજર થતા અને ફરિયાદમાં મારું નામ નહી હોય ઘરના સભ્‍યો તથા ફળિયાના લોકો સાથે ચર્ચા કરી આજરોજ હું ફરિયાદ નોંધાવું છું.
જોકે ફરિયાદી અને વ્‍યવસાય એ વકીલ સામે જ એક્રોસીટીની ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી છે.

Related posts

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્‍મ જયંતિના ઉપલક્ષમાં સ્‍મૃતિ સભાનું આયોજન

vartmanpravah

બાગાયત વિભાગની છૂટા ફૂલો, દાંડી ફૂલો અને કંદ ફૂલોની ખેતીમાં સહાયનો લાભ લેવા અરજી કરવી

vartmanpravah

જૂની પેન્‍શન યોજના સહિતનાં પડતર પ્રશ્નોનાં સંતોષકારક ઉકેલનાં આવેદનપત્ર સાથે રાજયભરનાં સરકારી કર્મચારીઓ ગાંધીનગર ઉમટયા

vartmanpravah

અંભેટી ગામે ભૂસ્‍તર ટીમ ઉપર હુમલા પ્રકરણમાં જીતુ પટેલ અને જિ.પં. સભ્‍ય મિતેશની ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોની વરણી

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે રાનવેરી ખુર્દથી 12 જેટલા જુગારી ઝડપી પાડયાઃ એક વોન્‍ટેડ

vartmanpravah

Leave a Comment